Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > KBC 14: અભિષેકને સેટ પર અચાનક જોઈ ભાવુક થઈ ગયા અમિતાભ બચ્ચન, જુઓ વીડિયો

KBC 14: અભિષેકને સેટ પર અચાનક જોઈ ભાવુક થઈ ગયા અમિતાભ બચ્ચન, જુઓ વીડિયો

05 October, 2022 03:28 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આ વીડિયો સોની ટીવીના ઑફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો છે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનો 11 ઑક્ટોબરે જન્મદિવસ છે. હાલમાં જ તેમની ફિલ્મ બ્રહ્માસ્ત્ર રિલીઝ થઈ હતી અને તે હાલમાં કૌન બનેગા કરોડપતિ 14 હોસ્ટ કરી રહ્યા છે. આ સમયે શૉનો એક પ્રોમો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં બિગ બી ખૂબ જ ભાવુક દેખાઈ રહ્યા છે. તે પુત્ર અભિષેક બચ્ચનને ભેટી પડે છે ત્યારે તેમની આંખો અશ્રુભીની થઈ જાય છે. આ વીડિયો પર ફેન્સ પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આ વીડિયો સોની ટીવીના ઑફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. વાત એમ છે કે તાજેતરમાં, બિગ બીના પુત્ર અભિષેક બચ્ચન શૉના સેટ પર જોવા મળ્યા હતા. અભિષેકે તેમના પિતાને શું સરપ્રાઈઝ આપ્યું છે તે હાલમાં જાહેર કરવામાં આવ્યું નથી. આ એક ખાસ એપિસોડ બનવા જઈ રહ્યો છે જેની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.



 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sony Entertainment Television (@sonytvofficial)


અમિતાભ બચ્ચને વખાણ કર્યા


અમિતાભ બચ્ચન તેમના પુત્ર અભિષેકની તેમના કામ માટે જાહેરમાં પ્રશંસા કરવામાં શરમાતા નથી. તાજેતરમાં, તેમણે ઇન્સ્ટાગ્રામ પર અભિષેકની અભિનય કુશળતાના વખાણ કર્યા, જેમાં તેમણે વેબ સિરીઝ અને ફિલ્મોને `ડિજિટલ સ્પેસ પર રાજ કરવાનો` શ્રેય આપ્યો હતો.

અભિષેક માટે પોસ્ટ શૅર કરી

પોસ્ટ શૅર કરતા અમિતાભે લખ્યું કે, `દરેક પિતાનું સપનું..!!! અને મારા માટે એક પરિપૂર્ણતા !! તમે મને અને તમામ શ્રોતાઓને ખૂબ જ ગર્વ અને આનંદ આપ્યો છે.. મારી પ્રાર્થના હંમેશા તમારી સાથે છે!!” પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા, અભિષેક બચ્ચને આલિંગન આપતા ચહેરા અને દિલની ઇમોજી સાથે કૉમેન્ટ કરી. અમિતાભની પુત્રી શ્વેતા બચ્ચન અને તેમની પૌત્રી નવ્યા નવેલી નંદાએ હાર્ટ ઇમોજીસ શેર કર્યા છે.

 

Whatsapp-channel Whatsapp-channel

05 October, 2022 03:28 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK