Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > KBCમાં અમિતાભ બચ્ચન રડી પડ્યા, કહ્યું -`ખેલ અભી ખતમ નહીં હુઆ હૈ`, જાણો

KBCમાં અમિતાભ બચ્ચન રડી પડ્યા, કહ્યું -`ખેલ અભી ખતમ નહીં હુઆ હૈ`, જાણો

29 November, 2021 05:24 PM IST | mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

KBCને 1000 એપિસોડ પૂરા થવાના પ્રસંગે અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા બચ્ચન અને પૌત્રી નવ્યા નવેલી નંદા KBC 13માં મહેમાન તરીકે પહોંચ્યા હતા.

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન


 બૉલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન (Amitabh bachchan)દ્વારા હોસ્ટ થતો શૉ કૌન બનેગા કરોડપતિ (Kaun banega crorepati)એટલે કે કેબીસી (KBC)વર્ષોથી દર્શકોનો પ્રિય શૉ રહ્યો છે.  21 વર્ષથી આ શૉ દર્શકોની પહેલી પસંદ બની રહ્યો છે. આ શૉ એક સામાન્ય માણસને કરોડપતિ બનવાની તક આપે છે. હાલમાં આ શૉની 13 મી સીઝન ચાલી રહી છે અને શૉએ 1000 એપિસોડ પૂર્ણ કર્યા છે. આ તકે બિગ બી અમિતાભ બચ્ચે ભાવુક જોવા મળ્યા હતાં. 

KBCને 1000 એપિસોડ પૂરા થવાના પ્રસંગે અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા બચ્ચન અને પૌત્રી નવ્યા નવેલી નંદા KBC 13માં મહેમાન તરીકે પહોંચ્યા હતા. સોની ટીવીએ આ એપિસોડનો પ્રોમો વીડિયો પણ શેર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે શ્વેતા બચ્ચન અને નવ્યા નવેલી નંદા હોટ સીટ પર બેઠા છે. આ દરમિયાન, શ્વેતા તેના પિતાને કહે છે: "પાપા, હું પૂછવા માંગુ છું કે આ તમારા 1000 એપિસોડ છે, તો તમે કેવું અનુભવો છો?` તેમના સવાલનો જવાબ આપતા અમિતાભ કહે છે, `એવું લાગ્યું કે આખી દુનિયા બદલાઈ ગઈ છે.`



 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sony Entertainment Television (@sonytvofficial)


સોની ટીવી દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા વીડિયોમાં અમિતાભ બચ્ચન ઈમોશનલ થતાં જોવા મળે છે. થોડી વાર બાદ તે કહે છે કે, `ઓલ રાઈટ..રમતને આગળ વધારીએ, કેમ કે રમત હજી ખતમ થઈ નથી.` અમિતાભ બચ્ચનની આ વાત પર તમામ દર્શકો તાળીઓ પાડવા લાગે છે. નોંધનીય છે કે આ વીડિયોમાં કેબીસીની શરૂઆતથી લઈ દરેક સીઝનની ઝલક બતાવવામાં આવી છે. કેબીસીની શરૂઆત વર્ષ 2003માં થઈ હતી. શૉના ત્રીજા સીઝન સિવાય દરેકને સીઝનને અમિતાભ બચ્ચને હોસ્ટ કરી છે.  કેબીસીની ત્રીજી સીઝનને શાહરુખ ખાને હોસ્ટ કરી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

29 November, 2021 05:24 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK