Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > KBC 14માં બિગબીએ તારક મેહતા અંગે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો શું કહી દીધું?

KBC 14માં બિગબીએ તારક મેહતા અંગે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો શું કહી દીધું?

17 August, 2022 05:54 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

બિગ બીએ એક કોન્ટેસ્ટન્ટ સાથે વાતચીત દરમિયાન તારક મેહતા કા ઊલ્ટા ચશ્મા શૉ વિશે પણ વાત કરી. 

અમિતાભ બચ્ચન (ફાઈલ તસવીર)

અમિતાભ બચ્ચન (ફાઈલ તસવીર)


`કૌન બનેગા કરોડપતિ`ની નવી સીઝન શરૂ થઈ ગઈ છે અને દરવર્ષની જેમ અમિતાભ બચ્ચન શૉને પોતાના અંદાજમાં હોસ્ટ કરતા જોવા મળે છે. શૉમાં અમિતાભ બચ્ચન કૉન્ટેસ્ટન્ટ સાથે તેમના વિશે તો વાતો કરે છે, પણ તેની સાથે પોતાના વિશે પણ ઘણું જણાવતા હોય છે. તાજેતરમાં બિગ બીએ એક કોન્ટેસ્ટન્ટ સાથે વાતચીત દરમિયાન તારક મેહતા કા ઊલ્ટા ચશ્મા શૉ વિશે પણ વાત કરી. 

દિલ્હીના આયુષ ગર્ગ `KBC 14`ના `અમૃત પડાવ`ને પાર કરનારા પહેલા કોન્ટેસ્ટન્ટ બન્યા હતા અને તેમને એક કરોડના પ્રશ્નનો જવાબ આપવાની તક મળી હતી. જો કે, તે રકમ જીતી શક્યો નહીં અને 75 લાખમાં જ સંતોષ માનવો પડ્યો. આયુષ બાદ ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટથી હૉટ સીટ પર ગુજરાતના હાઇકૉર્ટમાં કામ કરનારા વિમલ નારણભાઈને બેસવાની તક મળી. ત્યાર બાદ વિમલ બિગબીને પોતાનો પરિચય આપે છે અને જણાવે છે કે તેમના પરિવારમાં 50-60 લોકો છે, જે સાથે શૉ જુએ છે.



ત્યાર બાદ અમિતાભ બચ્ચન તેમના સામે એક હજાર રૂપિયાનો પહેલો પ્રશ્ન રજૂ કરે છે. બિગ બી પૂછે છે, લોકપ્રિય શૉના શીર્ષક પ્રમાણે તારક મેહતાના ચશ્મા કેવા છે? A- સીધા, B- ઊલ્ટા, C- ઘુમાવદાર અને D- ઝુકા હુઆ. સાચો જવાબ આપતા વિમલે કહ્યું, B ઊલ્ટા અને એક હજાર રૂપિયાની રકમ જીતી ગયા. જ્યારે બિગ બી શૉ વિશે માહિતી આપતા હતા, દરમિયાન વમિલ તેમને પૂછે છે કે શું તેઓ `તારક મેહતા` જુએ છે. આના જવાબમાં અમિતાભ બચ્ચન કહે છે કે હા બિલકુલ જોઉં છું, આ ટીવીનો પૉપ્યુલર શૉ છે.


 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sony Entertainment Television (@sonytvofficial)


તો, હવે શૉનો નવો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે, જેમાં પિંક બિગ્રેડ એટલે કે તે મહિલાઓ શૉનો ભાગ બનશે જે બાળપણમાં શિક્ષાથી વંચિત રહી ગઈ હતી. પણ ઉંમરના આ પડાવમાં તેમણે શિક્ષણ મેળવવાનું નક્કી કર્યું અને તે સફળ થઈ. તો, વિમલ જ હૉટ સીટ પર જોવા મળે છે, જેથી અમિતાભ બચ્ચન તેમની જીવન સંગિની વિશે પણ પૂછતા જોવા મળે છે.

Whatsapp-channel Whatsapp-channel

17 August, 2022 05:54 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK