Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > કરણવીર બોહરાએ પ્રેગ્નેન્ટ પત્નીનો વીડિયો કર્યો શૅર, દેખાયું આ

કરણવીર બોહરાએ પ્રેગ્નેન્ટ પત્નીનો વીડિયો કર્યો શૅર, દેખાયું આ

08 November, 2020 06:39 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

કરણવીર બોહરાએ પ્રેગ્નેન્ટ પત્નીનો વીડિયો કર્યો શૅર, દેખાયું આ

કરણવીર બોહરા

કરણવીર બોહરા


ટીવી એક્ટર કરણવીર બોહરા અને ટીજે સિદ્ધૂ ફરી એકવાર પેરેન્ટ્સ બનવા જઈ રહ્યા છે. ટીજે અક્સર બેબી બમ્પ સાથે પોતાની તસવીર શૅર કરતી રહે છે. પણ હવે કરણવીર બોહરાએ એક વીડિયો શૅર કર્યો છે જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. હકીકતે, વીડિયોમાં ટીજેનું બેબી બમ્પ દેખાય છે. ત્યારે જ ટીજેના પેટમાં બેબી મૂવ થતો દેખાઇ રહ્યો છે. કરણવીરની દીકરી પણ આને જોઇને ચોંકી ઉઠે છે.

કરણવીરે વીડિયો શૅર કરતા લખ્યું છે, "આ જાદૂ છે, આની અંદર એક જીવન છે અને તે મૂવ થઈ રહ્યું છે."



ખાસ અંદાજમાં આપી હતી ખુશખબર
કરણવીરે પત્ની સાથેની તસવીર શૅર કરતા લખ્યું હતું, "ભગવાન જે નિર્માણ કરે છે, તે પોતાના હાથે દરેક નાની વસ્તુ બનાવે છે. અમે આના ઇંતેજારમાં છીએ કે તેમણે અમારી માટે શું બનાવ્યું છે? આ સુંદર આશીર્વાદ માટે ભગવાનનો આભાર. અમે આભારી છે કે તેણે અમારી ફરી માતા-પિતા બનવા માટે પસંદગી કરી. નાનકડા જીવને આવતા પહેલાથી ઘણો બધો પ્રેમ."



તો ટીજેએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે, "આટલા બધાં આશીર્વાદ... અને હવે અમને હજી એક મળ્યો છે. આભાર"

કરણવીરે તાજેતરમાં જ હિન્દુસ્તાન ટાઇમ્સ સાથે વાત કરતા કહ્યું હતું કે તેમનો કોવિડ-19 દરમિયાન કનસીવ કરવાનો પ્લાન નહોતો. અમને ઘણાં લોકોએ કહ્યું કે આ લૉકડાઉન બેબી હશે. પણ મને અને ટીજેને લાગે છે કે જે જ્યારે થવાનું હોય છે ત્યારે થાય છે. આખા લૉકડાઉનમાં અમે સાંભળ્યું છે કે કપલ્સ વચ્ચે ખૂબ જ લડાઇ થઈ રહી છે અને કેટલાકને બેબીઝ થઈ રહ્યા છે. તો મેં વિચાર્યું કે કેમ આ લૉકડાઉનને બેસ્ટ ન બનાવીએ.

Whatsapp-channel Whatsapp-channel

08 November, 2020 06:39 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK