Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > કરણવીર બોહરા બીજીવાર બનશે પિતા, જન્મદિવસે જ ફેન્સને આપી ખુશખબરી

કરણવીર બોહરા બીજીવાર બનશે પિતા, જન્મદિવસે જ ફેન્સને આપી ખુશખબરી

28 August, 2020 05:52 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

કરણવીર બોહરા બીજીવાર બનશે પિતા, જન્મદિવસે જ ફેન્સને આપી ખુશખબરી

તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ

તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ


'કસૌટિ ઝિંદગી કી' ફૅમ અભિનેતા કરણવીર બોહરા (Karanvir Bohra)નો આજે એટલે કે 28 ઓગસ્ટના રોજ 38મો જન્મદિવસ છે. આજે જન્મદિવસના અવસરે અભિનેતાએ તેના જીવનમાં આગમન થનારા નવા મહેમાની ખુશખબરી ફેન્સ સાથે શૅર કરી છે. અભિનેતા બીજીવાર પિતા બનવા જઈ રહ્યો છે. પત્ની ટીજે સિધુ (Teejay Sidhu)ના બેબી બમ્પની તસવીર સોશ્યલ મીડિયા પર શૅર કરીને કરણવીરે આ સમાચાર આપ્યા છે.

કરણવીર બોહરા અને ટીજે સિધુ બે જુડવા દીકરીઓના પેરેન્ટ્સ છે. હવે તેઓ બીજીવાર પેરેન્ટ્સ બનશે. આ ખુશીની જાહેરાત કરતા કરણવીરે લખ્યું છે કે, 'બાળકો આપણા દ્વારા આ દુનિયામાં આવે છે, પરંતુ બધું ભગવાનના હાથમાં છે. તે મહાન સર્જક છે, દરેક વસ્તુ નાની નાની વિગતો સાથે તૈયાર કરે છે. આપણે વાસણ લઈને તેના આર્શિવાદ માટે તૈયાર રહેવાનું છે. આ ભેટ માટે ભગવાનનો આભાર. અમે આભારી છીએ તેના કે તેણે ફરીથી માતા-પિતા બનવા માટે અમને પસંદ કર્યા છે. અત્યાર સુધીમાં જન્મદિવસની સૌથી ઉત્તમ ભેટ છે.'




ટીજે સિધુએ બેબી બમ્પ દર્શાવતી તસવીર શૅર કરતા લખ્યું હતું કે, 'બહુ બધા આર્શિવાદ અને હવે વધુ એક આર્શિવાદ. દરેક જીવનો એક હેતુ હોય છે...આપણે તેને પસંદ નથી કરતા, તે આપણને પસંદ કરે છે. આભાર, આવનારા બાળકનો. જેણે અમને તેના લાયક સમજ્યા.'


ત્યારે કરણવીર બોહરા અને ટીજે સિધુની દીકરીઓ બેલા (Bella) અને વિએના (Vienna)ના સોશ્યલ મીડિયા પેજ પરથી પણ એક તસવીર પોસ્ટ કરવામાં આવી છે. જેમાં બન્ને દીકરીઓએ 'બીગ સિસ્ટર' ક્વોટવાળા ટી-શર્ટ પહેર્યા છે. સાથે લખ્યું છે કે, 2016માં અમારા બન્નેનો જન્મ થયો અને હવે 2020માં આવનારા નાનકડા મહેમાનની રાહ જોઈ રહ્યાં છીએ.

તમને જણાવી દઈએ કે, કરણવીર બોહરાએ 'કસૌટી ઝિંદગી કી', 'દિલ સે દી દુઆ', 'સૌભાગ્યવતી ભવ:?', 'શરારત', 'નાગિન 2', 'કબુલ હૈ' જેવી સિરિયલોમાં અભિનય કર્યો છે. 'ખતરો કે ખિલાડી', 'ઝલક દિખલા જા' અને 'બિગ બૉસ' જેવા રિયાલીટી શોમાં પણ ભાગ લીધો છે. તેણે 2006માં મોડેલ અને વીડિયો જૉકી ટીજે સિધુ સાથે લગ્ન કર્યા હતાં. ત્યારબાદ 2016માં જુડવા દીકરીઓ બેલા અને વિએનાને જન્મ આપ્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

28 August, 2020 05:52 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK