Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ૨૦ કરોડમાં ડ્રીમ હાઉસ ખરીદ્યું કરણ કુન્દ્રાએ

૨૦ કરોડમાં ડ્રીમ હાઉસ ખરીદ્યું કરણ કુન્દ્રાએ

15 May, 2022 02:41 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તે મ્યુનિસિપલ રજિસ્ટ્રેશન ઑફિસની બહાર જોવા મળ્યો હતો

કરણ કુન્દ્રા

કરણ કુન્દ્રા


‘બિગ બૉસ’ની ૧૫મી સીઝનમાં જોવા મળેલા કરણ કુન્દ્રાએ અંદાજે ૨૦ કરોડ રૂપિયામાં બાંદરામાં પોતાનું ડ્રીમ હાઉસ ખરીદ્યું છે. એવું જાણવા મળ્યું છે કે એ સી-ફેસિંગ છે. આ ફ્લૅટ માટે પ્રાઇવેટ લિફ્ટ અને સ્વિમિંગ-પૂલ છે. તે મ્યુનિસિપલ રજિસ્ટ્રેશન ઑફિસની બહાર જોવા મળ્યો હતો. ‘બિગ બૉસ’ની ૧૫મી સીઝન અને ‘લૉકઅપ’ માટે તેને ખૂબ પૈસા મળ્યા છે એથી તેણે તેના સપનાનું ઘર ખરીદવાનું નક્કી કર્યું હતું. ઍક્ટ્રેસ તેજસ્વી પ્રકાશ સાથેના તેના રિલેશનની પણ ખૂબ ચર્ચા છે. બન્ને સોશ્યલ મીડિયામાં પોતાના પ્રેમનો એકરાર કરતાં હોય છે. એકતા કપૂરની ‘લૉકઅપ’માં કરણે જેલર તરીકે ભૂમિકા ભજવી હતી એથી એકતા કપૂરે તેના પર્ફોર્મન્સની પણ ખૂબ પ્રશંસા કરી હતી. કરણે ખરીદેલા નવા ફ્લૅટ વિશે તેણે હજી સુધી કોઈ ચોક્કસ માહિતી નથી આપી. જોકે એવું બની શકે છે કે આ નવા ઘરમાં તે તેજસ્વી પ્રકાશ સાથે નવી લાઇફની શરૂઆત કરી શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

15 May, 2022 02:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK