Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > પૉકેટ-મની માટે ઍક્ટિંગ શરૂ કરી હતી કરણ ખંડેલવાલે

પૉકેટ-મની માટે ઍક્ટિંગ શરૂ કરી હતી કરણ ખંડેલવાલે

06 May, 2021 11:36 AM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

‘રંજુ કી બેટિયાં’ના લકી મિશ્રાએ એક અને બે દિવસના રોલ કર્યા અને એ પછી હવે તેને મેઇન રોલ મળવાનું શરૂ થયું

કરણ ખંડેલવાલ

કરણ ખંડેલવાલ


ઘણા એવા હોય કે તે ઍક્ટર જ બનવા માગતા હોય તો ઘણા એવા પણ હોય કે તે અનાયાસે જ ઍક્ટર બની ગયા હોય. દંગલ ટીવીના શો ‘રંજુ કી બેટિયાં’માં લકી મિશ્રાનું કૅરૅક્ટર કરતો કરણ ખંડેલવાલ આ બીજા પ્રકારનો ઍક્ટર છે. હા, કરણે તો પોતાનાં બિલ ભરવા માટે અને પૉકેટ-મનીના હેતુથી જ ઍક્ટિંગ શરૂ કરી હતી. કરણ કહે છે, ‘મારા ફાધર બહુ સરસ રીતે મને સમજાવીને કહેતા કે જવાબદારી સમજવાની દિશામાં પહેલું પગલું છે ઇન્કમ ઊભી કરવી. પપ્પાની આ વાત માનીને મેં કામ કરવાનું નક્કી કર્યું અને ઍક્સિડન્ટલી મને એક દિવસના શૂટિંગમાં બોલાવવામાં આવ્યો. એ પછી તો મને એક-બે દિવસના ઘણા રોલ મળ્યા અને મેં કર્યા. મને મજા આવતી એટલે મેં આ જ ઇન્ડસ્ટ્રીમાં જવાનું નક્કી કર્યું પણ મેં ક્યારેય એવું કોઈ પ્લાનિંગ નહોતું કર્યું કે હું ઍક્ટર જ બનીશ.’ ચારેક વર્ષ સુધી નાના-નાના રોલ કરનારા કરણને પહેલી વાર મોટો રોલ મળ્યો એટલે નૅચરલી તે ખુશ થયો. કરણ કહે છે, ‘હું જ્યારે પણ અપસેટ થાઉં ત્યારે મને મારા ફાધર કહે કે લાઇફમાં કામ હોવું મહત્ત્વનું છે. એ નાનું કામ છે કે મોટું કામ એ પછીની વાત છે, કામ છેને બસ, એ વાતને તું ખુશી ગણ. કોરોનાના આ સમયમાં આ વાત મને બહુ સારી રીતે સમજાય છે.’


Whatsapp-channel Whatsapp-channel

06 May, 2021 11:36 AM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK