મારા ગેસ્ટ્સ, ઑડિયન્સ અને સ્નૅપ-યુઝર્સને આ પાત્ર દ્વારા મનોરંજન પૂરું પાડવા માટે મારો શો એક ખૂબ સારું પ્લૅટફૉર્મ છે.’
ઑગમેન્ટેડ રિયલિટી પાત્ર લઈને આવી રહ્યો છે કપિલ શર્મા
કપિલ શર્મા હવે તેના શોમાં ઑગમેન્ટેડ રિયલિટી કૅરૅક્ટર છેદુલાલને લઈને આવી રહ્યો છે. સ્નૅપ ઇન્કની ‘ટીથ’ લેન્સની મદદથી હવે છેદુલાલને રજૂ કરવામાં આવશે. આ વિશે વાત કરતાં કપિલ શર્માએ કહ્યું હતું કે ‘સ્નૅપચૅટ સાથે હાથ મિલાવીને હું દર્શકો સામે નવું પાત્ર છેદુલાલ લઈને આવી રહ્યો છું જે માટે હું ખૂબ ઉત્સાહી છું. હું સ્નૅપચૅટ-યુઝર છું અને તેમના યુનિક ઑગમેન્ટેડ રિયલિટી લેન્સની મદદથી જે-જે કામ કરી શકાય છે એ ખૂબ અદ્ભુત છે. મારા ગેસ્ટ્સ, ઑડિયન્સ અને સ્નૅપ-યુઝર્સને આ પાત્ર દ્વારા મનોરંજન પૂરું પાડવા માટે મારો શો એક ખૂબ સારું પ્લૅટફૉર્મ છે.’