° °

આજનું ઇ-પેપર
Wednesday, 01 February, 2023


જ્યારે ગડા ઈલેક્ટ્રોનિક્સ માટે ઇન્વેસ્ટમેન્ટ લેવા શાર્ક ટેન્કમાં પહોંચ્યા જેઠાલાલ, જુઓ તેમની પીચ

19 January, 2023 02:26 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ખરેખર આ દિવસોમાં સોશિયલ મીડિયામાં એક મીમ વાયરલ થઈ રહ્યું છે, જેમાં જેઠાલાલ શાર્ક ટેન્ક ઈન્ડિયાના મંચ પર જોવા મળ્યા છે

વાયરલ વીડિયોમાંથી લેવાયેલ સ્ક્રીનશોટ

વાયરલ વીડિયોમાંથી લેવાયેલ સ્ક્રીનશોટ

ટેલિવિઝન શૉ `શાર્ક ટેન્ક ઈન્ડિયા` (Shark Tank India) દર્શકોમાં ખૂબ શોર મચાવી રહ્યો છે. શોર પણ કેમ ન થાય? તેમાં આવનારા તમામ લોકો એવા જબરદસ્ત બિઝનેસ આઇડિયા લઈને આવે છે, જેને સાંભળીને ક્યારેક શાર્ક ભાવુક થઈ જાય છે તો ક્યારેક હસીને લોટપોટ થઈ જાય છે. નોંધનીય છે કે શૉમાં દેખાતા દરેક આંત્રપ્રિન્યોરે જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે.

જોકે, આ કરોડો રૂપિયાનો બિઝનેસ કરનારા આંત્રપ્રિન્યોરે વચ્ચે તારક મહેતા (Taarak Mehta Ka Ooltah Chashmah)ના કચ્છી માડું જેઠાલાલ (Jethalal) પણ પોતાના બિઝનેસ માટે શાર્કસને પીચ કરવા માટે પહોંચ્યા છે. જેઠાલાલ `શાર્ક ટેન્ક ઈન્ડિયા 2`ના મંચ પર ગડા ઈલેક્ટ્રોનિક્સ (Gada Electronics)ને પીચ કરવા આવ્યા છે. ખરેખર આ દિવસોમાં સોશિયલ મીડિયામાં એક મીમ વાયરલ થઈ રહ્યું છે, જેમાં જેઠાલાલ શાર્ક ટેન્ક ઈન્ડિયાના મંચ પર જોવા મળ્યા છે. જોકે, વાસ્તવમાં તો જેઠાલાલ ત્યાં પહોંચ્યા નથી, પરંતુ શૉના ફેન્સે બંને શૉની કેટલીક ચોક્કસ ક્લિપ્સને એડિટ કરીને આ વીડિયો બનાવ્યો છે.

શાર્કની સામે જેઠાલાલની પીચ

જેઠાલાલ શાર્ક ટેન્કમાં એ ફટાકડા વિશે પણ વાત કરે છે, જેને ફોડવાથી ‘હેપ્પી દિવાળી’નું મ્યુઝિક વાગે છે. આ પીચ સાંભળીને તમામ શાર્ક પેટ પકડીને હસવા લાગે છે. આ મીમ એટલું જબરદસ્ત છે કે એક સમયે શાર્ક અમન ગુપ્તા જેઠાલાલને તેનો બિઝનેસ વધારવા માટે કહે છે, જેના જવાબમાં જેઠાલાલ કહે છે કે “જો હું મારા સ્ટોરની બીજી શાખા ખોલીશ તો પણ મારું પેટ માત્ર બે રોટલીથી જ ભરાશે. તેથી જ હું આમાં ખુશ છું.”

અનુપમ આના પર કહે છે કે “ઉદ્યોગસાહસિકતા ખૂબ મુશ્કેલ છે, તમારે તેના પર કામ કરવું જોઈએ.” આનો પણ જેઠાલાલ પાસે સાચો જવાબ હતો. તેમણે શાર્કને સ્પષ્ટ સૂરમાં કહી દીધું હતું “ચૂપ રહેને ભાઈ, તારી બકવાસ બંધ કર.” આ ક્લિપ એકદમ ફની છે, જેને લોકો વારંવાર રિવાઇન્ડ કરીને જોઈ રહ્યા છે અને ખડખડાટ હસી રહ્યા છે

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by TheYTMemer (@theytmemer)

ચાહકોને `શાર્ક ટેન્ક ઈન્ડિયા 2` અને જેઠાલાલની આ મીમ ખૂબ જ પસંદ આવી રહી છે. તે કલાકારના કામથી પ્રભાવિત છે. આ વીડિયો જોઈને એક ચાહકે લખ્યું, "જેઠાલાલને શાર્કની ખુરશી પર બેસવું જોઈતું હતું. અશ્નીર ગ્રોવર માટે આ શ્રેષ્ઠ રિપ્લેસમેન્ટ છે. તે પોતે એક શાર્ક છે." અન્ય એક ચાહકે લખ્યું, "ગડા ઈલેક્ટ્રોનિક્સ. અમારા જેઠાલાલની કંપની કોઈ ખરીદી શકે તેમ નથી.”

આ પણ વાંચો: TMKOC: હવે આ અભિનેત્રી ભજવશે બાવરીનું પાત્ર, જુઓ બાઘા-બાવરીની નવી જોડી

`શાર્ક ટેન્ક ઈન્ડિયા 2` વિશે વાત કરીએ તો, આ શૉ દરેકનો ફેવરિટ છે. અનુપમ મિત્તલ, વિનીતા સિંહ, નમિતા થાપર, અમન ગુપ્તા તેને જજ કરી રહ્યા છે. તે શાર્ક બનીને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહિત કરતા જોવા મળે છે. જોકે, આ સીઝનમાં શાર્ક અશ્નીર ગ્રોવર શૉમાં જોવા મળ્યા નથી. કેટલાક લોકો તેમને મિસ કરી રહ્યા છે તો કેટલાક તેમના પર મીમ્સ શૅર રહ્યા છે.

19 January, 2023 02:26 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ટેલિવિઝન સમાચાર

લોકો ‘અનુપમા’ના નામે બોલાવે ત્યારે ગર્વ થાય છે : રૂપાલી ગાંગુલી

આ સિરિયલ ૨૦૨૦થી સ્ટાર પ્લસ પર શરૂ થઈ છે

01 February, 2023 04:08 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

અંકિત ગુપ્તાને પણ થયો હતો કાસ્ટિંગ કાઉચનો અનુભવ

બિગ બૉસ 16’માં તેની અને પ્રિયંકા ચહર ચૌધરીની કેમિસ્ટ્રીએ લોકોનું ખૂબ ધ્યાન ખેંચ્યું હતું અને લોકોને તેમની જોડી પણ ગમે છે.

31 January, 2023 04:41 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

રૂપાલી ગાંગુલીએ ખરીદી આલિશાન મર્સિડીઝ કાર

કારના શોરૂમમાં રૂપાલીના ફોટોનાં કટઆઉટ પણ લગાવેલાં હતાં

30 January, 2023 03:50 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK