સંભાબના મોહંતીનું કહેવું છે કે શબ્બીર અહલુવાલિયા સાથે શૂટિંગ કરવામાં પહેલાં તે નર્વસ હતી.

સંભાબના
સંભાબના મોહંતીનું કહેવું છે કે શબ્બીર અહલુવાલિયા સાથે શૂટિંગ કરવામાં પહેલાં તે નર્વસ હતી. તે હવે ‘પ્યાર કા પહલા નામ રાધા મોહન’માં કામ કરી રહી છે. તે આ શોમાં ઈવિલ દામિનીનું પાત્ર ભજવી રહી છે. આ વિશે વાત કરતાં સંભાબનાએ કહ્યું હતું કે ‘મને પહેલાં જ્યારે કહેવામાં આવ્યું હતું કે ‘પ્યાર કા પહલા નામ રાધા મોહન’માં હું શબ્બીર અહલુવાલિયા સર સાથે કામ કરી રહી છું ત્યારે હું નર્વસ થઈ ગઈ હતી, કારણ કે તેઓ સેટ પર કેવા હોય છે એ વિશે મને જાણ નહોતી. અમે પહેલી વાર જ્યારે શૂટિંગ કર્યું ત્યારે સેટ પર તેમણે મને ખૂબ જ કમ્ફર્ટેબલ ફીલ કરાવ્યું હતું. તેઓ ખૂબ જ સારા માણસ છે. સેટ પર અમે બધા લોકો ગેમ્સ રમીએ છીએ અને શબ્બીર સર જ હંમેશાં નવી-નવી ગેમ્સ લઈને આવે છે અને અમે એને ખૂબ જ એન્જૉય કરીએ છીએ. તેઓ સેટ પર હોય ત્યારે ખૂબ જ ઍક્ટિવ હોય છે. પહેલો સીન હોય કે છેલ્લો સીન, તેમનામાં એકસરખી એનર્જી હોય છે. કેટલીક વાર અમે તેમની એનર્જી સાથે મૅચ નહોતા કરી શકતા. તેઓ તેમના દરેક કો-ઍક્ટર સાથે સારા સંબંધ બનાવીને રાખે છે. તેમની સાથે મને શૂટ કરવાની ખૂબ જ મજા આવી હતી. આશા રાખું છું કે લોકો આ શોને પ્રેમ કરે.’