° °

આજનું ઇ-પેપર
Monday, 25 October, 2021


‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર 2’ને મલાઇકા, ગીતા કપૂર અને ટેરેન્સ લુઇસ જજ કરશે

23 September, 2021 02:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

હવે આ સીઝનમાં સ્પર્ધકોમાં કેટલું પરિવર્તન આવ્યું છે એ જોવા માટે આતુર છું. આ શોની ખાસિયત એ છે કે શોમાં દેશના ખૂણે-ખૂણેથી વિવિધતાસભર ટૅલન્ટેડ લોકો આવે છે. મારા માટે આ અવર્ણનીય અનુભવ રહ્યો છે.

‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર 2’ને મલાઇકા, ગીતા કપૂર અને ટેરેન્સ લુઇસ જજ કરશે

‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર 2’ને મલાઇકા, ગીતા કપૂર અને ટેરેન્સ લુઇસ જજ કરશે

મલાઇકા અરોરા, ગીતા કપૂર અને ટેરેન્સ લુઇસ ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’ની બીજી સીઝનને ફરી જજ કરવાનાં છે. આ શોની પહેલી સીઝન ૨૦૨૦માં આવી હતી. આ શો સોની પર શરૂ થવાનો છે. શોમાં પહેલી સીઝનની જેમ જ ડાન્સર્સને ચૅલેન્જિસ આપવામાં આવશે અને દેશમાંથી બેસ્ટ ડાન્સર્સની ખોજ કરવામાં આવશે. ડિજિટલ ઑડિશન પૂરું થઈ ગયું છે અને હવે શોની શરૂઆત થવાની છે. શોમાં સામેલ થવાના એક્સાઇટમેન્ટ વિશે મલાઇકાએ કહ્યું હતું કે ‘હું ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર 2’માં આવવાને લઈને જેટલી ખુશ અને ઉત્સાહી છું એને શબ્દોમાં નથી કહી શકતી. પાછલી સીઝનમાં સર્વશ્રેષ્ઠ ટૅલન્ટ જોવા મળી હતી. હવે આ સીઝનમાં સ્પર્ધકોમાં કેટલું પરિવર્તન આવ્યું છે એ જોવા માટે આતુર છું. આ શોની ખાસિયત એ છે કે શોમાં દેશના ખૂણે-ખૂણેથી વિવિધતાસભર ટૅલન્ટેડ લોકો આવે છે. મારા માટે આ અવર્ણનીય અનુભવ રહ્યો છે.’
ટેરેન્સ લુઈસે કહ્યું હતું કે ‘અમારો ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’ પાછો આવ્યો છે. આ વખતે વધુ ભવ્ય અને શ્રેષ્ઠ બનવા જઈ રહ્યો છે. સ્પર્ધકોએ પોતાની યોગ્યતા પુરવાર કરવા માટે સીમા ઓળંગવી પડશે અને ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’નો ખિતાબ જીતવાનો રહેશે. આ અદ્ભુત સીઝનને લઈને ઉત્સાહિત છું.’
ગીતા કપૂરે કહ્યું હતું કે ‘હવે બીજી સીઝન ફરી પાછી આવી રહી છે અને સ્પર્ધકો પોતાના અદ્ભુત સ્વરૂપને ડાન્સના કપરા પ્લૅટફૉર્મ પર દેખાડશે.’

23 September, 2021 02:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ટેલિવિઝન સમાચાર

‘છોટી સરદારની’માં કમબૅક કરી રહી છે અનીતા રાજ

કલર્સ પર આવતા આ શોમાં તે કુલવંત કૌર ઢિલ્લનનું પાત્ર ભજવી રહી છે

24 October, 2021 04:46 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

નામ કી ફિલ્મી કહાની

કાજોલ પરથી રાખવામાં આવ્યું હતું સિમરન કૌરનું નામ

24 October, 2021 04:42 IST | Mumbai | Harsh Desai
ટેલિવિઝન સમાચાર

‘કુછ રંગ પ્યાર કે ઐસે ભી : નયી કહાની’નો અંત આવશે?

આ શોમાં શાહિર શેખ અને એરિકા ફર્નાન્ડિસ લીડ રોલમાં છે

24 October, 2021 04:28 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK