Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ઓસમાણ મીરના તાલે ઝૂમ્યા ‘ઈન્ડિયન પ્રો. મ્યુઝિક લીગ’ના ટીમ મેમ્બર્સ

ઓસમાણ મીરના તાલે ઝૂમ્યા ‘ઈન્ડિયન પ્રો. મ્યુઝિક લીગ’ના ટીમ મેમ્બર્સ

16 April, 2021 11:50 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઝી ટીવી પર ચાલી રહેલા રિયલિટી શોના મહેમાન ઓસમાણ મીરઃ જામી ગરબા અને ડાંડિયાની રમઝટ

‘ઈન્ડિયન પ્રો. મ્યુઝિક લીગ’ના ટીમ મેમ્બર્સ ઓસમાણ મીરના તાલે ઝૂમ્યા

‘ઈન્ડિયન પ્રો. મ્યુઝિક લીગ’ના ટીમ મેમ્બર્સ ઓસમાણ મીરના તાલે ઝૂમ્યા


ઝી ટીવી પર ચાલી રહેલા ‘સિગિંગ રિયલિટી શો ઈન્ડિયન પ્રો. મ્યુઝિક લીગ’ના આગામી એપિસોડમાં જાણીતા ગુજરાતી લોકગાયક ઓસમાણ મીર ગેસ્ટ તરીકે હાજર રહેવાના છે. એટલું જ નહીં, તેમણે શોમાં જાણે નવરાત્રિનો માહોલ ખડો કરી દીધો, જેમાં મિકા સિંહ, અંકિત તિવારી, ઓસમાણ મીર, કૈલશ ખેર, ભૂમિ ત્રિવેદી સહિતના તમામ ટીમ મેમ્બર્સ ડાંડિયા લઈને સ્ટેજ પર આવ્યા અને ઝૂમવા લાગ્યા. વાત એમ છે કે, ‘ગુજરાત રૉકર્સ’ ટીમની સભ્ય ભૂમિ ત્રિવેદી અને હેમંત બ્રિજવાસીના પરફૉર્મન્સ પછી ભૂમિ ઓસમાણ મીર સાથેની યાદો વાગોળતા કહ્યું કે, ‘હું નાનપણથી તેમને સાંભળતી આવી છું. જેમને લોકસંગીત ગમતું હોય તેઓ ઓસમાણ મીરના ફેન જ હોવાના. એ મારા માટે સન્માનની વાત છે કે તેઓ હાજર છે. વર્ષ ૨૦૧૪થી મેં તેમની સાથે નવરાત્રિ કાર્યક્રમમાં ભાગ લીધો છે. હું રિક્વેસ્ટ કરું છું કે તેઓ અહીં આવીને ગરબો સંભળાવે.’ ત્યાર બાદ ઓસમાણ મીરે, ભૂમિ સાથે મળીને ‘છોગાળા તારા’ ગાયું તો કૈલાશ ખેર અને મીકા સિંહ સાથે મળીને ‘રંગીલો મારો ઢોલ’ના ગાયું.


Whatsapp-channel Whatsapp-channel

16 April, 2021 11:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK