Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ઇન્ડિયન આઇડલમાં બાબા રામદેવનો હંગામો, જાણો કેમ ભાગ્યો હોસ્ટ જય ભાનુશાલી

ઇન્ડિયન આઇડલમાં બાબા રામદેવનો હંગામો, જાણો કેમ ભાગ્યો હોસ્ટ જય ભાનુશાલી

13 April, 2021 04:24 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

શૉ ઇન્ડિયન આઇડલની વાત કરીએ તો આ ખૂબ જ લોકપ્રિય શૉ છે. શૉમાં નેહા કક્કડ, હિમેશ રેશમિયા અને વિશાલ ડડલાની જજ છે.

જય ભાનુશાલી (ફાઇલ ફોટો)

જય ભાનુશાલી (ફાઇલ ફોટો)


ઇન્ડિયન આઇડલ 12માં ફેસ્ટિવ માહોલ જોવા મળવાનો છે. શૉના રામનવમી સ્પેશિયલ એપિસોડમાં બાબા રામદેવ આવવાના છે. પોતાની હાજરીમાં બાબા રામદેવ શૉ ખૂબ જ એન્ટરટેઇનિંગ થવાનો છે. બાબા રામદેવના ગેસ્ટ બનીને પહોંચવાથી બધા ખૂબ જ એક્સાઇટેડ દેખાય છે. હોસ્ટ જય ભાનુશાલી પણ શૉમાં મસ્તી કરતા દેખાશે.

રામદેવ કોન્ટેસ્ટન્ટને સારું પરફૉર્મન્સ કરવા માટે પ્રોત્સાહિત કરતા દેખાશે. આી સાથે જ તે યોગ ટિપ્સ પણ આપશે. સાથે જ જય ભાનુશાલી પાસેથી યોગાસન પણ કરાવશે. બાબા રામદેવ અને જયની કોઇ તસવીરો સામે આવી છે, જેમાં તે જયને યોગા શીખવતા જોવા મળે છે. એટલું જ નહીં યોગ ગુરુએ બન્ને હાથોથી ગૅસ સિલિંડર ઉઠાવીને ચોંકાવી દીધા છે. જણાવવાનું કે આ પહેલા પણ શૉની જૂની સિઝન્સમાં બાબા રામદેવ જોવા મળી ચૂક્યા છે.



 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Viral Bhayani (@viralbhayani)


શૉમાં પહોંતી હતી નીતૂ કપૂર-રેખા
શૉ ઇન્ડિયન આઇડલની વાત કરીએ તો આ ખૂબ જ લોકપ્રિય શૉ છે. શૉમાં નેહા કક્કડ, હિમેશ રેશમિયા અને વિશાલ ડડલાની જજ છે. છેલ્લા એપિસોડમાં નીતૂ કપૂર શૉ ગેસ્ટ તરીકે આવી હતી. શૉમાં ઋષિ કપૂરને સ્પેશિયલ ટ્રિબ્યૂટ આપવામાં આવી હતી. નીતૂ કપૂરે ઋષિ કપૂર અને પોતાની લવ સ્ટોરી સાથે જોડાયેલી કેટલીક અજાણી વાતો પણ જણાવી. નીતૂએ નેહાને શુકન પણ આપ્યું.


તો શૉમાં એક્ટ્રેસ રેખાએ પણ એન્ટ્રી લીધી હતી. રેખાની એન્ટ્રીએ શૉને ખૂબ જ એન્ટરટેઇનિંગ બનાવ્યો હતો. રેખાએ નેહાને શુકન તરીકે સાડી ગિફ્ટ કરી હતી. સાથે જ હાથે લખેલું એક લેટર પણ આપ્યું. શૉમાં રેખાએ ડાન્સ પરફૉર્મન્સ પણ આપી હતી.

શૉમાં બદલાયો હોસ્ટ
જણાવવાનું કે શૉને પહેલા આદિત્ય નારાયણ હોસ્ટ કરી રહ્યો હતો. પણ તે કોરોના સંક્રમિત થયા બાદ જય ભાનુશાલી હવે શૉને હૉસ્ટ કરી રહ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

13 April, 2021 04:24 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK