Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > કામને લીધે એક મા તરીકે હું કદાચ નિષ્ફળ ગઈ છું : રૂપાલી ગાંગુલી

કામને લીધે એક મા તરીકે હું કદાચ નિષ્ફળ ગઈ છું : રૂપાલી ગાંગુલી

21 November, 2022 04:10 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દીકરાની કાળજી લેવા તેનો પતિ યુએસથી ભારત આવ્યો એથી તેણે આવું કહ્યું

રૂપાલી ગાંગુલી, અશ્વિન કે. વર્મા અને રુદ્રાંશ

રૂપાલી ગાંગુલી, અશ્વિન કે. વર્મા અને રુદ્રાંશ


‘અનુપમા’માં જોવા મળતી રૂપાલી ગાંગુલીએ જણાવ્યું કે મારા દીકરા રુદ્રાંશ માટે મારા હસબન્ડ અશ્વિન કે. વર્માએ અમેરિકાની નોકરી છોડી દીધી છે. રૂપાલીને લાગે છે કે એક મા તરીકે હું નિષ્ફળ ગઈ છું. તેનું કહેવું છે કે મારો દીકરો મારી આ ફેમસ સિરિયલ ‘અનુપમા’ જોતો નથી, કેમ કે તેને લાગે છે કે તેની મમ્મી ઘર કરતાં વધુ સમય ટીવીમાં જ હોય છે. હસબન્ડની પ્રશંસા કરતાં રૂપાલીએ કહ્યું કે ‘હું નસીબદાર છું કે મને સપોર્ટિવ હસબન્ડ મળ્યો છે. તેમણે ખૂબ જલદી રિટાયરમેન્ટ લઈ લીધું અને અમેરિકા છોડીને આવી ગયા. હું કામ કરું કે ન કરું, એનાથી કોઈ ફરક નથી પડતો. પતિનું કહેવું છે કે બાળક સાથે એક પેરન્ટનું હોવું જરૂરી છે. હું મારા બાળકને હાઉસ હેલ્પના ભરોસે ન રાખી શકું. એવું નથી કે તેઓ સારાં નથી. અમારા ઘરની જે કૅરટેકર છે એ ખૂબ સારી છે. તે અમારા માટે પરિવાર જેવી છે. જોકે કામ માટે મેં મારા બાળકને એકલો નથી મૂક્યો. મારો પતિ રુદ્રાંશની સાથે હોય છે. મારા બાળક માટે તો તે જ મા અને તે જ પિતા છે. એક મા તરીકે હું કદાચ ફેલ ગઈ છું. મારો પતિ બાળક માટે મા અને બાપ બન્નેની જવાબદારી ખૂબ સારી રીતે નિભાવે છે.’


Whatsapp-channel Whatsapp-channel

21 November, 2022 04:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK