Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > બાથરૂમમાં કેવી રીતે બંધ થઈ ગયો હતો રામ કપૂર?

બાથરૂમમાં કેવી રીતે બંધ થઈ ગયો હતો રામ કપૂર?

11 January, 2022 07:20 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રામ કપૂર જ્યારે ‘હ્યુમન’નું શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે તે બાથરૂમમાં બંધ થઈ ગયો હતો.

રામ કપૂર

રામ કપૂર


રામ કપૂર જ્યારે ‘હ્યુમન’નું શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે તે બાથરૂમમાં બંધ થઈ ગયો હતો. વિપુલ અમૃતલાલ શાહ અને મોઝેઝ સિંહ દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલા આ શોમાં રામ કપૂર, શેફાલી શાહ, કીર્તિ કુલ્હારી, વિશાલ જેઠવા, આદિત્ય શ્રીવાસ્તવ અને મોહન અગાશેએ કામ કર્યું છે. ૧૪ જાન્યુઆરીએ ડિઝની + હૉટસ્ટાર પર રિલીઝ થઈ રહેલા આ શો વિશે રામ કપૂરે કહ્યું હતું કે ‘અમે અલીબાગના એક ૮૦-૧૦૦ વર્ષ જૂના અને સુંદર વિલામાં શૂટિંગ કરી રહ્યા હતા. શૂટિંગની વચ્ચે હું બાથરૂમમાં ગયો હતો અને દરવાજો જૅમ થઈ ગયો હતો. હું થોડા સમય માટે અંદર બંધ થઈ ગયો હતો. ક્રૂ દ્વારા દરવાજાને ખોલવા માટે ઘણો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જોકે અંતે બહારની દીવાલ પરથી એક વ્યક્તિએ બારીમાંથી અંદર આવવું પડ્યું હતું અને દરવાજો ખોલ્યો હતો. મારા માટે આ એક યાદગાર એક્સ્પીરિયન્સ છે.’


Whatsapp-channel Whatsapp-channel

11 January, 2022 07:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK