Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > સિંગર બનવાને બદલે છવી કેવી રીતે ઍક્ટ્રેસ બની ગઈ?

સિંગર બનવાને બદલે છવી કેવી રીતે ઍક્ટ્રેસ બની ગઈ?

11 May, 2021 12:42 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘પ્રેમબંધન’ની લીડ ઍક્ટ્રેસ છવી પાંડે દસકા પહેલાં ૨૦થી વધુ મ્યુઝિક-ડિરેક્ટરને મળી ચૂકી હતી

છવી પાંડે

છવી પાંડે


એકતા કપૂરની સિરિયલ ‘પ્રેમબંધન’ની લીડ ઍક્ટ્રેસ જાનકી એટલે કે છવી પાંડેને જો ૧૦ વર્ષ પહેલાં બ્રેક મળી ગયો હોત તો આજે છવી તમને જોવા નહીં પણ સાંભળવા મળતી હોત. હા, છવીને સિંગર બનવું હતું અને તેણે એને માટે ટ્રેઇનિંગ પણ લીધી હતી.૧૦ વર્ષ પહેલાં અનાયાસ જ ઍક્ટિંગ સેક્ટરમાં આવી ગઈ, પણ એ પહેલાં તેણે સિન્ગિંગ ક્ષેત્રમાં ખરી મહેનત કરી હતી. ખુદ છવીએ કહ્યું કે મને સિન્ગિંગમાં બ્રેક મળે અને પ્લેબૅક સિન્ગિંગમાં બ્રેક મળે એને માટે હું ૧૦થી વધુ મ્યુઝિક-ડિરેક્ટરને મળી હતી.

છવી કહે છે, ‘આટલા સમય પછી મને લાગે છે કે ઈશ્વર જે દિશામાં મને લઈ ગયો છે એ દિશા જ મારે માટેની સાચી દિશા છે. આજે ઍક્ટિંગ ફીલ્ડમાં આવ્યા પછી મને સમજાય છે કે એક કૅરૅક્ટરને સ્ક્રીન પર રજૂ કરવાનું કામ સાચે બહુ અગત્યનું છે. તમે બીજાની જિંદગી જીવતા હો છો, જે સૌથી અઘરું અને જાતને કેળવવાનું કામ છે. જાનકી રડે ત્યારે દુનિયા રડે અને જાનકી હસે ત્યારે લોકોના ચહેરા પર સ્માઇલ આવે એ જ મહત્ત્વનું છે.’


Whatsapp-channel Whatsapp-channel

11 May, 2021 12:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK