Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ઇન્ડિયા કી વાઇબ અલગ હૈ

ઇન્ડિયા કી વાઇબ અલગ હૈ

12 April, 2021 02:47 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇન્ડિયન પ્રીમિયર લીગની આ એન્થમ માટે હૉટસ્ટારે આઠ ગીતકારનો ઉપયોગ કર્યો

ઇન્ડિયા કી વાઇબ અલગ હૈ

ઇન્ડિયા કી વાઇબ અલગ હૈ


શુક્રવારથી શરૂ થયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગનું લાઇવ સ્ટ્રીમિંગ હૉટસ્ટાર પર થાય છે. હૉટસ્ટાર પર આવતી આ સિરીઝના પ્રમોશન માટે ડિજિટલ પ્લૅટફૉર્મે એન્થમ તૈયાર કરી, જેના શબ્દો છે ‘ઇન્ડિયા કી વાઇબ અલગ હૈ...’ આ એન્થમની સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત જો કોઈ હોય તો એ કે આ એન્થમ માટે હૉટસ્ટારે ૮ ગીતકાર અને ૮ મ્યુઝિક-ડિરેક્ટરનો ઉપયોગ કર્યો છે. આ એન્થમમાં ઇન્ડિયન પ્રીમિયર લીગની તમામ ટીમનો સમાવેશ કરવામાં આવ્યો છે અને એ ટીમની સ્થાનિક બોલીના શબ્દો એન્થમમાં વાપરવામાં આવ્યા છે, જેને માટે સ્થાનિક ગીતકારને કામ સોંપવામાં આવ્યું હતું.
મરાઠી, તેલુગુથી માંડીને તામિલ, હિન્દી, મારવાડી જેવા ગીતકારનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સ્થાનિક ભાષાની સાથોસાથ સ્થાનિક મ્યુઝિક-ડિરેક્ટરને જ કામ સોંપવામાં આવ્યું. આ એન્થમથી પહેલી વાર એવું બન્યું હશે જેમાં આટલા ગીતકાર અને મ્યુઝિક-ડિરેક્ટરનો ઉપયોગ થયો હતો.


Whatsapp-channel Whatsapp-channel

12 April, 2021 02:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK