Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > અબુ ધાબી ટૂરિઝમને પ્રમોટ કરશે હિના ખાન?

અબુ ધાબી ટૂરિઝમને પ્રમોટ કરશે હિના ખાન?

12 June, 2022 01:02 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કાન ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપીને તેણે પોતાને ઇન્ટરનૅશનલ નામના અપાવી છે

હિના ખાન

હિના ખાન


હિના ખાન હવે અબુ ધાબી ટૂરિઝમને પ્રમોટ કરશે એવી ચર્ચા છે. કાન ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપીને તેણે પોતાને ઇન્ટરનૅશનલ નામના અપાવી છે. ટીવી-સિરિયલ, રિયલિટી શો, કાન ફિલ્મ ફેસ્ટિવલથી લઈને ૨૦૧૯માં ન્યુ યૉર્કની ઇન્ડિપેન્ડન્સ ડે પરેડમાં પણ તેણે હાજરી આપી હતી અને આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને અબુ ધાબી ટૂરિઝમ દ્વારા તેને ઇન્વાઇટ કરવામાં આવી છે. આ વિશે હિના ખાને કહ્યું હતું કે ‘મને અબુ ધાબી ખૂબ ગમે છે અને અહીં ફરી આવવાનું ગમશે. સાઇટ સીઇંગ, કલ્ચર, ફૂડ અને ઍડ્વેન્ચરને લઈને એવી ઘણી બાબતો છે જે અબુ ધાબીમાં કરી શકાય. અહીંના લોકો પણ ખૂબ લવલી છે. અબુ ધાબીમાં જ્યારે પણ હું આવું છું ત્યારે નવું કરવા માટે મારી પાસે ઘણું હોય છે. અહીં ફરી મુલાકાત લેવાનું મને ગમે છે. કામ માટે ટ્રાવેલ કરવાનું પણ મને ખૂબ પસંદ છે.’


Whatsapp-channel Whatsapp-channel

12 June, 2022 01:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK