Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > HBD Bharti Singh: એક સમયે વજનને લઈને ટ્રોલ થતી ભારતી આજે બની ગઈ છે લાફ્ટર ક્વીન

HBD Bharti Singh: એક સમયે વજનને લઈને ટ્રોલ થતી ભારતી આજે બની ગઈ છે લાફ્ટર ક્વીન

03 July, 2022 03:58 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ભારતીએ નાના પડદા પર `ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ` શોથી કોમેડીની પોતાની સફર શરૂ કરી હતી

તસવીર સૌજન્ય: ભારતી સિંહનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ

તસવીર સૌજન્ય: ભારતી સિંહનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ


લાફ્ટર કવીન ભારતી સિંહને આજે કોઈ ઓળખની જરૂર નથી. પોતાની જોરદાર કોમેડીથી તેણે લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે. આજે એટલે કે 3 જુલાઈના રોજ, ભારતી સિંહ તેનો 38મો સેલિબ્રેટ કરી રહી છે. આવો જાણીએ તેના જીવન સાથે જોડાયેલી કેટલીક અજાણી વાતો:

ભારતીએ નાના પડદા પર `ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ` શોથી કોમેડીની પોતાની સફર શરૂ કરી હતી. આ શોમાં `લલ્લી`ના પાત્રને કારણે ભારતી ઘણી ફેમસ થઈ હતી. આ શોમાં હિટ થયા બાદ તેણે ક્યારેય પાછળ ફરીને જોવાનો વારો આવ્યો નથી. આ પછી તેણે `કોમેડી સર્કસ 3 કા તડકા` અને `કોમેડી કા મહાસંગ્રામ` જેવા શોથી લોકોને ખૂબ હસાવ્યા.



ભારતીને એટલી સરળતાથી સફળતા મળી ન હતી. એક ઈન્ટરવ્યુમાં તેણે પોતે ખુલાસો કર્યો હતો કે બાળપણથી જ તેને વધતા વજનને કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. તેની સ્થૂળતાની ઘણીવાર મજાક ઉડાવવામાં આવતી હતી, પરંતુ ભારતીએ તેને પોતાની નબળાઈ નહીં પરંતુ તાકાત બનાવી.


ભારતી ક્યારેય નિરાશ ન થઈ, પરંતુ તેણે તેને પોતાની તાકાત બનાવી અને પોતાના વજન પર મજાક કરીને લોકોને હસાવવાની સાથે ટીકાકારોને પણ કડક સંદેશ આપ્યો. આ સિવાય ભારતીને તેના લુકના કારણે ઘણી વખત સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, પરંતુ દરેક વખતે તેણે જડબાતોડ જવાબ આપીને બોલતી બંધ કરી દીધી છે.

ભારતી સિંહ માત્ર સ્ટેન્ડ-અપ કોમેડિયન જ નથી પણ એક સારી એન્કર પણ છે. તેણીએ ઘણા રિયાલિટી શો અને એવોર્ડ ફંક્શન્સમાં તેની એન્કરિંગ કુશળતા બતાવી છે. હોસ્ટિંગ કરતી વખતે તેનો શાનદાર કોમિક ટાઈમિંગ તેની સૌથી મોટી તાકાત છે. આ પ્રતિભાના બળ પર તે લોકોને હસવા મજબૂર કરે છે.


ભારતી સિંહના અંગત જીવનની વાત કરીએ તો તેણે સ્ક્રિપ્ટ રાઈટર હર્ષ લિમ્બાચિયા સાથે લગ્ન કર્યા છે. હાલમાં જ આ કપલ એક પુત્રના માતા-પિતા બન્યા છે. ભારતી અવારનવાર પોતાની તસવીરો અને વીડિયો ફેન્સ સાથે સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

Whatsapp-channel Whatsapp-channel

03 July, 2022 03:58 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK