Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > તારક મેહતા કા ઊલ્ટા ચશ્મા- કેન્સર સામે જજૂમતા `નટ્ટૂ કાકા`ની આ છે અંતિમ ઇચ્છા...

તારક મેહતા કા ઊલ્ટા ચશ્મા- કેન્સર સામે જજૂમતા `નટ્ટૂ કાકા`ની આ છે અંતિમ ઇચ્છા...

24 June, 2021 05:40 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

શૉમાં નટ્ટૂ કાકાનું પાત્ર ભજવતા ઘનશ્યામ નાયક હાલ ચર્ચામાં છે. હકીકતે, નટ્ટૂ કાકા કેન્સર જેવી ગંભીર બીમારીથી જજૂમી રહ્યા છે. 77 વર્ષના નટ્ટૂ કાકાનો તાજેતરમાં જ ઑપરેશન થયો છે જેના પછી ડૉક્ટરે તેમને આરામ કરવાની સલાહ આપી છે.

નટ્ટૂ કાકા ઉર્ફે ઘનશ્યામ નાયક

નટ્ટૂ કાકા ઉર્ફે ઘનશ્યામ નાયક


નાના પડદાના જાણીતા શૉ `તારક મેહતા કા ઊલ્ટા ચશ્મા` ઘણાં વર્ષોથી દર્શકોનું મનોરંજન કરે છે. હાલ પણ આ સિલસિલો જળવાયેલો છે. શૉની લોકપ્રિયતાની પાછળ એક મોટું કારણ તેના કલાકારો પણ છે. દરેક કલાકારનો પોતાનો એક આગવો અંદાજ છે. તો ચાહકોને પણ શૉના કલાકારો વિશે જાણવામાં રસ હોય છે. કલાકારનો નામથી લઈને તેમની ફી સુધી, દર્શકોને બધી વસ્તુઓ જાણવાની ઉત્સુકતા રહેલી હોય છે. તો શૉમાં નટ્ટૂ કાકાનું પાત્ર ભજવતા ઘનશ્યામ નાયક હાલ ચર્ચામાં છે. હકીકતે, નટ્ટૂ કાકા કેન્સર જેવી ગંભીર બીમારીથી જજૂમી રહ્યા છે. 77 વર્ષના નટ્ટૂ કાકાનો તાજેતરમાં જ ઑપરેશન થયો છે જેના પછી ડૉક્ટરે તેમને આરામ કરવાની સલાહ આપી છે.

આ છે નટ્ટૂ કાકાની અંતિમ ઇચ્છા
કેન્સર વિશે ઘનશ્યામ નાયકને એપ્રિલ મહિનામાં જ ખબર પડી હતી, જેના પછી તેમની સારવાર શરૂ થઈ હતી. તો શૉના ચાહકો પણ ઇચ્છે છે કે સૌના વ્હાલા `નટ્ટૂ કાકા` જલ્દી સ્વસ્થ થઈ જાય અને શૉ પર કમબૅક કરે. આ દરમિયાન નટ્ટૂ કાકાએ પોતાની અંતિમ ઇચ્છા પણ વ્યક્ત કરી છે. નટ્ટૂ કાકાએ જણાવ્યું કે તે અંતિમ શ્વાસ સુધી કામ કરવા માગે છે.



હકીકતે, ઇન્સ્ટાગ્રામના એક ઑફિશિયલ ઇન્સ્ટન્ટ બૉલિવૂડ નામના અકાઉન્ટે નટ્ટૂ કાકાની અંતિમ ઇચ્છા વિશે માહિતી શૅર કરી છે. પોસ્ટ પ્રમાણે ચાહકોના વ્હાલા નટ્ટૂ કાકાએ કહ્યું કે તે મેકઅપ પહેરીને જ આ વિશ્વને અલવિદા કહેવા માગે છે. એટલે કે ઘનશ્યામ નાયક પોતાના અંતિમ શ્વાસ સુધી કામ કરવા માગે છે. આ જાણીને શૉના ચાહકો ખૂબ જ ભાવુક થઈ ગયા અને નટ્ટૂ કાકાને જલ્દી સ્વસ્થ થવાની શુભેચ્છાઓ આપી છે.


 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Instant Bollywood (@instantbollywood)


જણાવવાનું કે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ઘનશ્યામ નાયકના ગળાની સર્જરી થઈ હતી, જેમાં તેમના ગળામાંથી આંઠ ગાંઠ કાઢવામાં આવી છે. સર્જરી પછી ઘનશ્યામ નાયક ઘણાં દિવસો સુધી શૂટિંગથી દૂર રહ્યા હતા. ટ્રીટમેન્ટ પછી હવે તેમની સ્થિતિમાં સુધારો છે.

આ પણ વાંચો : `તારક મેહતા`:8 વર્ષથી કામ કરતાં નટ્ટૂ કાકાને 63ની વયે મળી ઓળખ

ઘનશ્યામના કામ પ્રત્યેની લગન પણ કાબિલ-એ-તારીફ છે. 77 વર્ષની ઉંમરમાં પણ ઘનશ્યામ લોકોનું ભરપૂર મનોરંજન કરી રહ્યા છે. આ મુશ્કેલીના સમયમાં પણ ગુજરાતના દમણમાં શૉનું શૂટિંગ કરી રહ્યા હતા. ઘનશ્યામ આગામી એપિસોડ્સ અને મુંબઇમાં થનારા શૂટિંગને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.

જણાવવાનું કે, થોડોક સમય પહેલા ઘનશ્યામ નાયકે એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે મુંબઇમાં ફરીથી શૂટિંગ શરૂ થવાની રાહ જોઇ રહ્યા છે જેથી તે પણ શૂટિંગ પર જઈ શકે. હકીકતે, કોરોના મહામારીને કારણે મહારાષ્ટ્રએ રાજ્યમાં અમુક સમય માટે શૂટિંગ અટકાવી દીધું હતું જેના પછી અનેક ટીવી શૉઝે પોતાનું શૂટિંગ લોકેશન જુદાં-જુદાં શહેરોમાં શિફ્ટ કરી લીધું હતું.

Whatsapp-channel Whatsapp-channel

24 June, 2021 05:40 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK