એક્ટ્રેસે બાથરૂમમાં પોતાનું ટૉપલેસ ફોટોશૂટ કરાવ્યું છે જે ખૂબ જ બોલ્ડ છે. ગેહનાએ આ તસવીર શૅર કરતા આપ્યું આવું કૅપ્શન આપ્યું છે કે જે ચર્ચાનો વિષય બન્યું છે.
ગેહના વશિષ્ઠ (ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ)
એક્ટ્રેસ ગેહના વશિષ્ઠનું નામ ઘણીવાર વિવાદોને કારણે ચર્ચામાં રહે છે પણ આ વખતે અભિનેત્રીએ પોતાની ટૉપલેસ તસવીર શૅર કરી ચર્ચાનું કેન્દ્ર બની છે. એક્ટ્રેસે બાથરૂમમાં પોતાનું ટૉપલેસ ફોટોશૂટ કરાવ્યું છે જે ખૂબ જ બોલ્ડ તસવીર છે. ગેહનાએ આ તસવીર શૅર કરતા આપ્યું આવું કૅપ્શન આપ્યું છે કે જે ચર્ચાનો વિષય બન્યું છે.
શૅર કરી ટૉપલેસ તસવીર
એક્ટ્રેસ ગેહના વશિષ્ઠે જે તસવીર શૅર કરી છે તેમાં તે બાથરૂમમાં બાથટબના કૉર્નર પર બેઠી છે. તે ટૉપલેસ છે અને તેણે પોતાના શરીરને હાથથી ઢાંક્યું છે. ગેહના વશિષ્ઠે ખોડામાં માત્ર ટૉવેલ રાખ્યો છે. તેણે સાથે કૅપ્શન લખ્યું છે, "હું મારા બૉયફ્રેન્ડ્સથી થાકી ગઈ છું, જે મને માત્ર એટીએમની જેમ ટ્રીટ કરે છે." આ રીતે ગેહના વશિષ્ઠે એ વાત તરફ ઈશારો કર્યો છે કે તેના બૉયફ્રેન્ડ્સ લાલચી છે અને તે માત્ર તેના પૈસાને પ્રેમ કરે છે.
ADVERTISEMENT
View this post on Instagram
બૉલ્ડ અંદાજ માટે જાણીતી છે ગેહના
ગેહનાની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. એટલું જ નહીં ગેહનાનું સોશિયલ મીડિયા અકાઉન્ટ જુઓ તો તેની લગભગ બધી જ પોસ્ટ આવી બૉલ્ડ તસવીરોથી ભરેલી છે. જણાવવાનું કે ગેહનાનું નામ રાજ કુન્દ્રા સાથે જોડાયેલ પોર્નોગ્રાફી કેસમાં પણ વિવાદોમાં છવાયું હતું.
ગેહના વશિષ્ઠની જૂની પોસ્ટ
જણાવવાનું કે ફેબ્રુઆરી, 2020માં ગેહના વશિષ્ઠે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી એક એવી પોસ્ટ શૅર કરી હતી. જેમાં તેણે લખ્યું હતું, "હું ખૂબ જ ઉતાવળમાં છું... મને ટૂંક સમયમાં જ એક બૉયફ્રેન્ડ જોઈએ છે અને આજે રાત 8 વાગ્યા સુધી મારે તેનું નામ લૉક કરવાનું છે. તો જે પણ ગુડ લુકિંગ, સિંગલ, યુવાન અને ધનાઢ્ય છે... મને તરત મેસેજ કરો." ગેહના વશિષ્ઠે પોતાની આ પોસ્ટ સાથે કૅપ્શન લખ્યું હતું, "મગજ બગડ્યું છે મારું... હું આજે જ બૉયફ્રેન્ડ ફાઈનલ કરીશ."