° °

આજનું ઇ-પેપર
Sunday, 11 April, 2021

રુદ્રકાલથી ગીતકાર સ્વાનંદ કિરકિરે આવશે ટીવી-સ્ક્રીન પર

03 March, 2021 12:21 PM IST | Rajkot | Mumbai correspondent

રુદ્રકાલથી ગીતકાર સ્વાનંદ કિરકિરે આવશે ટીવી-સ્ક્રીન પર

રુદ્રકાલથી ગીતકાર સ્વાનંદ કિરકિરે આવશે ટીવી-સ્ક્રીન પર

રુદ્રકાલથી ગીતકાર સ્વાનંદ કિરકિરે આવશે ટીવી-સ્ક્રીન પર

ફિલ્મ ‘પરિણીતી’નું ‘પિયુ બોલે...’ કે પછી ‘થ્રી ઇડિયટ્સ’નું ‘બહેતી હવા સા થા વો...’ કે પછી ‘લગે રહો મુન્નાભાઈ’નું ‘બંદે મેં થા દમ, વંદે માતરમ્...’ ગીત યાદ છેને? આવાં અનેક ગીતોના સુપરહિટ ગીતકાર સ્વાનંદ કિરકિરેએ મરાઠી ફિલ્મ ‘ચુંબક’થી ઍક્ટિંગ ફીલ્ડમાં ઝંપલાવ્યું, પણ મજાના સમાચાર એ છે કે સ્વાનંદ હવે ટીવી પર પણ જોવા મળશે. સ્વાનંદ સ્ટાર પ્લસની ઍક્શન-ક્રાઇમ થ્રિલર ‘રુદ્રકાલ’માં ઍક્ટર તરીકે જૉઇન થયો છે. સ્વાનંદ સિરિયલમાં અતિ ક્રૂર પૉલિટિશ્યનનું કૅરૅક્ટર કરશે.
સ્વાનંદે કહ્યું કે ‘કોઈ માણસ ક્યારેય સંપૂર્ણ સારો કે ખરાબ ન હોઈ શકે, તે મિશ્ર જ હોય, બસ, આ એક વાતને ધ્યાનમાં રાખીને જ મેં નેગેટિવ કૅરૅક્ટર કરવા માટે હા પાડી. પહેલી વાર ટીવી-સિરિયલ કરીશ એટલે એનું ટેન્શન તો છે જ, પણ સાથોસાથ એક્સાઇટમેન્ટ પણ છે કે હવે હું લાખો-કરોડો ઘરમાં જઈશ.’
સ્વાનંદને આ રોલ અનાયાસ જ મળી ગયો હતો. એક વખત તે એક રેસ્ટોરાંમાં સફેદ ઝભ્ભામાં હતો અને ‘રુદ્રકાલ’ના પ્રોડ્યુસર નીતિન વૈદ્ય તેને જોઈ ગયા અને તેને એ કૅરૅક્ટર માટે પર્ફેક્ટ લાગી ગયા.
‘રુદ્રકાલ’ રવિવારે સાંજે ૭ વાગ્યાથી શરૂ થશે.

03 March, 2021 12:21 PM IST | Rajkot | Mumbai correspondent

અન્ય લેખો

ટેલિવિઝન સમાચાર

ફાઇનલી ‘ધ રેપિસ્ટ’નું શૂટ પૂરું થયું

અપલોઝ એન્ટરટેઇનમેન્ટની આ ફિલ્મ ડિજિટલ પર ‌રિલીઝ થશે

10 April, 2021 04:39 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

અમિત સાધે શું કામ સોશ્યલ મીડિયામાંથી બ્રેક લીધો?

ડિજિટલ પ્લૅટફૉર્મ પર સુપરસ્ટાર બની ગયેલા ઍક્ટરે કોવિડની વધતી જતી મહામારીને ધ્યાનમાં રાખીને લાંબી પોસ્ટ મૂકીને સોશ્યલ મીડિયાને અત્યાર પૂરતી તિલાંજલિ આપી દીધી

10 April, 2021 04:35 IST | Mumbai | Rashmin Shah
ટેલિવિઝન સમાચાર

સુનિધિ ચૌહાણ, કુમાર શાનુ અને સાધના સરગમના રસ્તે હવે સાયલી પણ

‘ઇન્ડ‌િયન આઇડલ’ના સેટ પર મ્યુઝિક કમ્પોઝર આણંદજી શાહે આ કન્ટેસ્ટન્ટનું નામ બદલાવી સાયલી કિશોર કર્યું

10 April, 2021 04:41 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK