Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > કોરોનાથી પીડિત મમ્મી માટે હૉસ્પિટલમાં બેડ માટે ખૂબ વલખાં માર્યાં હતાં જાસ્મિન ભસીને

કોરોનાથી પીડિત મમ્મી માટે હૉસ્પિટલમાં બેડ માટે ખૂબ વલખાં માર્યાં હતાં જાસ્મિન ભસીને

03 May, 2021 11:59 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જાસ્મિનનું કહેવું છે કે આવી રીતે જ આજે અનેક લોકો પીડાઈ રહ્યા છે

જાસ્મીન ભસીન

જાસ્મીન ભસીન


જાસ્મીન ભસીને તેની કોરોનાથી પીડિત મમ્મી માટે હૉસ્પિટલમાં બૅડ મેળવવા માટે ખૂબ વલખાં માર્યાં હતાં. તો સાથે જ તેના વૃદ્ધ પિતાએ પણ ખૂબ દોડાદોડી કરી હતી. જાસ્મિનનું કહેવું છે કે આવી રીતે જ આજે અનેક લોકો પીડાઈ રહ્યા છે. એ વિશે ટ્વિટર પર જાસ્મિને ટ્વીટ કર્યું હતું કે ‘નિરાશા અને દુઃખદ છે. દરરોજ અવસાન, લોકો રસ્તા પર બીમાર હાલતમાં બેડ્સ અને ઑક્સિજન મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. બે દિવસ અગાઉ મારી મમ્મીની પણ આ જ હાલત હતી. તેના માટે હૉસ્પિટલમાં બૅડ શોધવો એક કઠિન કામ હતું. મારા વૃદ્ધ પિતા તેની સારવાર માટે આમતેમ દોડી રહ્યા હતા. કેટલાય લોકો આ બધી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. લોકો પોતાના પ્રિયજનોને ગુમાવી રહ્યા છે. કોના પર આરોપ કરવો? શું આપણી સિસ્ટમ આ બધાને પહોંચી વળવામાં નિષ્ફળ ગઈ છે?’


Whatsapp-channel Whatsapp-channel

03 May, 2021 11:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK