Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ‘ખતરોં કે ખિલાડી 12’માંથી બહાર થનાર પહેલી સ્પર્ધક બની એરિકા પૅકાર્ડ

‘ખતરોં કે ખિલાડી 12’માંથી બહાર થનાર પહેલી સ્પર્ધક બની એરિકા પૅકાર્ડ

06 July, 2022 02:00 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એરિકા પૅકાર્ડ ‘ખતરોં કે ખિલાડી 12’માંથી બહાર થનારી પહેલી સ્પર્ધક બની છે.

એરિકા પૅકાર્ડ

એરિકા પૅકાર્ડ


એરિકા પૅકાર્ડ ‘ખતરોં કે ખિલાડી 12’માંથી બહાર થનારી પહેલી સ્પર્ધક બની છે. બૉલીવુડ અને મલયાલમ ફિલ્મોમાં વિલનનું પાત્ર ભજવવા માટે જાણીતા બૉડીબિલ્ડર ગેવિન ​પૅકાર્ડની તે દીકરી છે. આ વિશે વાત કરતાં એરિકાએ કહ્યું કે ‘આ શોમાંથી ઇવિક્ટ થઈને મારી મુસાફરી બહુ જલદી પૂરી થવાનું મને દુઃખ છે. આ શો કરવાનો અનુભવ ખૂબ જ સારો રહ્યો છે. હું પહેલી વાર ટીવી પર જોવા મળી છું. મેં પહેલી વાર સ્ટન્ટ કરવાની સાથે પહેલી વાર આટલા મોટા ક્રૂ સાથે ટ્રાવેલ કર્યું અને પહેલી વાર સ્પર્ધકો સાથે ભાગ લીધો હતો.’
નિશાંત ભટ્ટ સાથેના પહેલા ટાસ્કમાં એરિકા હારી ગઈ હતી. ‘ફિઅર ફન્ડા’માં હારી ગયા બાદ તેને મોહિત મલિક અને તુષાક કાલિયા સાથે પર્ફોર્મ કરવાની તક મળી હતી. જોકે તેણે ઘણી મહેનત કરી હોવા છતાં તે એલિમિનેશન રાઉન્ડમાં આવી ગઈ હતી. આ વિશે વાત કરતાં એરિકાએ કહ્યું કે ‘હું ઇન્ડસ્ટ્રીની ન હોવાથી મને લાગ્યું હતું કે મારા માટે આ શો મુશ્કેલ બનશે, પરંતુ હું પહેલા દિવસથી જ દરેક સાથે હળીમળી ગઈ હતી. હું નવી હોવાથી દરેક મને ખૂબ જ પ્રોત્સાહન આપતા અને મારી સાથે નમ્રતાથી વર્તન કરતા હતા. આ શોના મારા દરેક ફ્રેન્ડ સાથે હું ટચમાં રહીશ.’


Whatsapp-channel Whatsapp-channel

06 July, 2022 02:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK