° °

આજનું ઇ-પેપર
Tuesday, 09 August, 2022


`દિયા ઔર બાતી હમ` ફેમ સુરભી તિવારીએ પતિ પર લગાવ્યો ઘરેલુ હિંસાનો આરોપ, કહ્યું…

02 July, 2022 04:55 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

અભિનેત્રી માત્ર તેના પતિથી જ નહીં, પરંતુ તેની સાસુ અને જેઠાણીથી પણ નારાજ છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

`દિયા ઔર બાતી હમ` અને `શગુન` જેવી સિરિયલોમાં જોવા મળેલી ટીવી એક્ટ્રેસ સુરભી તિવારી લાઈમલાઈટમાં આવી ગઈ છે. સુરભીએ તેના પતિ પ્રવીણ કુમાર સિંહા અને તેમના પરિવાર વિરુદ્ધ ઘરેલુ હિંસા અને ધાકધમકીનો કેસ દાખલ કર્યો છે. વર્ષ 2019માં સુરભીએ દિલ્હી સ્થિત પાઈલટ અને બિઝનેસમેન પ્રવીણ સાથે લગ્ન કર્યા. જોકે હવે તે છૂટાછેડા લેવા જઈ રહી છે.

સુરભી પતિ અને સાસરિયાઓથી નાખુશ

સુરભી તિવારીએ તેના એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે કેવી રીતે લગ્ન પછી તેની અને તેના પતિ પ્રવીણ વચ્ચે સમસ્યાઓ આવવા લાગી. તેણે એમ પણ કહ્યું કે તે માત્ર તેના પતિથી જ નહીં, પરંતુ તેની સાસુ અને જેઠાણીથી પણ નારાજ છે. તેથી જ હવે તે આ સંબંધનો અંત લાવવા માટે ટૂંક સમયમાં છૂટાછેડા માટે અરજી કરવા જઈ રહી છે.

સુરભી તિવારીએ પોતાના લગ્નજીવનની બગડતી સ્થિતિ વિશે ખુલીને વાત કરી હતી. ETimes સાથેની મુલાકાતમાં, સુરભીએ તેના લગ્ન જીવન વિશે ઘણા ખુલાસા કર્યા. તેણે કહ્યું કે “લગ્ન પછી તરત જ હું સમજી ગઈ કે પ્રવીણ અને હું એકબીજા માટે સુસંગત નથી. પ્રવીણ મારી સાથે મુંબઈમાં રહેવા માટે રાજી થયો હતો, પરંતુ બાદમાં તેણે ના પાડી દીધી હતી. હું અભિનય ચાલુ રાખવા માગતી હતી, પરંતુ હું તેમની સાથે રહેતી હોવાથી સિરિયલમાં કામ ન કરી શકી. પરિણામે, હું આર્થિક રીતે તેમના પર નિર્ભર બની ગઈ. આ સિવાય હું જલ્દી જ મારો પરિવાર શરૂ કરવા માગતી હતી, પરંતુ તે તેના માટે તૈયાર નહોતો.”

ઘરેલુ હિંસાનો કેસ નોંધાવ્યો

સુરભી તિવારીએ વધુમાં કહ્યું કે “મેં પતિ પ્રવીણ, તેની માતા અને તેની ભાભી વિરુદ્ધ ઘરેલુ હિંસા અને ડરાવવાની ફરિયાદ નોંધાવી છે. મારા સાસરિયાઓએ મારું સ્ત્રીધન મને પાછું આપ્યું નથી. મને અને લગ્ન સમયે જે ઘરેણા મળ્યા હતા તે પણ પરત કરવામાં આવ્યા નથી.”

છૂટાછેડા માટે તૈયારી

સુરભી કહે છે કે હવે તે જલ્દીથી છૂટાછેડા માટે અરજી કરવાનો પ્રયાસ કરી રહી છે. તેણીએ કહ્યું “હું ઘણી વસ્તુઓમાં છેતરપિંડી અનુભવું છું. આટલું સહન કર્યા પછી પણ મેં પરસ્પર સંમતિથી પ્રવીણથી અલગ થવાનું વિચાર્યું હતું, પરંતુ પ્રવીણે મને કહ્યું કે તે મને છૂટાછેડા નહીં આપે અને હું તેના માટે કોર્ટમાં જઈ શકું છું. મેં હવે એ લોકો સામે કાનૂની માર્ગ અપનાવવાનું નક્કી કર્યું છે. હું ટૂંક સમયમાં છૂટાછેડા માટે ફાઇલ કરીશ.

02 July, 2022 04:55 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ટેલિવિઝન સમાચાર

ગેહના વશિષ્ઠે બાથરૂમમાંથી શૅર કર્યો ટૉપલેસ ફોટો, કહ્યું BFથી થાકી...

એક્ટ્રેસે બાથરૂમમાં પોતાનું ટૉપલેસ ફોટોશૂટ કરાવ્યું છે જે ખૂબ જ બોલ્ડ છે. ગેહનાએ આ તસવીર શૅર કરતા આપ્યું આવું કૅપ્શન આપ્યું છે કે જે ચર્ચાનો વિષય બન્યું છે.

08 August, 2022 09:32 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ટેલિવિઝન સમાચાર

OMG! કેબીસીના શૂટિંગ દરમિયાન સ્પર્ધક બેસી ગયો બિગ બીની ખુરશી પર, પછી...

સોની ટીવીએ KBCના આગામી એપિસોડના કેટલાક પ્રોમો શેર કર્યા છે

08 August, 2022 09:18 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ટેલિવિઝન સમાચાર

શો રુકેગા નહીં : આસિત મોદી

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માંથી શૈલેશ લોઢાની એક્ઝિટ બાદ તેમણે આવું કહ્યું

08 August, 2022 05:08 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK