° °

આજનું ઇ-પેપર
Sunday, 11 April, 2021

દિવ્યાંકા ત્રિપાઠી પણ થઈ ચૂકી છે દુર્વ્યવહારનો શિકાર, જાણો વધુ

07 March, 2021 04:16 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

દિવ્યાંકા ત્રિપાઠી પણ થઈ ચૂકી છે દુર્વ્યવહારનો શિકાર, જાણો વધુ

દિવ્યાંકા ત્રિપાઠી પણ થઈ ચૂકી છે દુર્વ્યવહારનો શિકાર, જાણો શું કહ્યું એક્ટરે

દિવ્યાંકા ત્રિપાઠી પણ થઈ ચૂકી છે દુર્વ્યવહારનો શિકાર, જાણો શું કહ્યું એક્ટરે

ટેલીવિઝન અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી હાલ ટેલીવિઝન શૉ 'ક્રાઇમ પેટ્રોલ સતર્ક: વુમન અગેઇન્સ્ટ ક્રાઇમ'માં દેખાઇ રહી છે. શૉ હૉસ્ટિંગ દ્વારા તે મહિલાઓને પોતાની સાથે થનારા ક્રાઇમ વિરુદ્ધ પગલા લેવા માટે જાગરુક કરી રહી છે. પણ, શું તમે જાણો છો કે દિવ્યાંકા પણ પોતાની રિયલ લાઇફમાં દુર્વ્યવહારનો સામનો કરી ચૂકી છે. દૈનિક ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં દિવ્યાંકાએ જણાવ્યું કે તેની સાથે પણ દુર્વ્યવહાર થઈ ચૂક્યું છે અને તેને અફસોસ છે કે તે સમયે તેણે કોઇ પગલું લીધું નહોતું.

હું એક જાણીતી એક્ટ્રેસ છું, એવામાં સામી વ્યક્તિએ ગભરાવું જોઇએ...
દિવ્યાંકા ત્રિપાઠી જણાવે છે કે, "તાજેતરમાં મારી સાથે એવી ઘટનાઓ બની હતી, જ્યાં કોઇક એક્ટરે મારી સાથે દુર્વ્યવહાર કર્યો હતો, આપત્તિજનક ટિપ્પણી કરી હતી. હું એક જામીતી એક્ટ્રેસ છું, એવામાં સામી વ્યક્તિએ ગભરાવું જોઇતું હતું. તેણે એ સમજવું જોઇતું હતું કે હું મારો અવાજ ઉઠાવી શકતી હતી. તેના વિરુદ્ધ મીડિયામાં અવાજ ઉઠાવી શકતી હતી, પણ સામી વ્યક્તિ ડરી નહીં. તેણે મારા વિશે આપત્તિજનક કોમેન્ટ કરી અને હું સ્તબ્ધ થઈ ગઈ. જ્યાં સુધી હું કંઇ કહી શકતી, સામી વ્યક્તિ નીકળી હઈ. મને આજે પણ અફસોસ થાય છે કે મેં તે સમયે વળતો જવાબ કેમ ન આપ્યો."

મને ઘૃણા થાય છે, એ વિચારીને કે મેં કેમ અવાજ ન ઉઠાવ્યો
દિવ્યાંકાએ આગળ કહ્યું, "મારી સાથે આવી ઘટના એક વાર નહીં પણ બેવાર થઈ ચૂકી છે. એક ખૂબ જ જાણીતા એક્ટરે પણ મારા પર કોમેન્ટ કરી હતી. ત્યારે પણ હું કશું બોલી શકી નહોતી. બન્ને વાર હું એ વિચારીને ચૂપ રહી ગઈ કે કદાચ મારું કામ બગડશે. આજે જ્યારે વિચારું છું તો ખૂબ જ પસ્તાવો થાય છે. મને પોતાની ઘૃણા થાય છે, એ વિચારીને કે મેં અવાજ કેમ ન ઉઠાવ્યો. જો હું બોલી હોત તો કદાચ વધુ 10 છોકરીઓ સાથે એવું ન થયું હોત. મારી ભૂલને હવે આ શૉ દ્વારા સુધારવા માગું છું. છોકરીઓને આગાહ કરવા માગું છું કે જો તે આવી કોઇ સ્થિતિમાં ફસાય તો પોતાનો અવાજ ઉઠાવવો અને સમાજમાં જાગરુકતા ફેલવવી."

એવા પ્રૉજેક્ટ સાથે જોડાવવા માગીશ, જેમાં આપણાં સમાજની સ્ત્રીઓને જાગૃત કરી શકું
વાતચીત દરમિયાન દિવ્યાંકાએ જણાવ્યું કે તે વિમેન્ટ એમ્પાવરમેન્ટ તરફ ખૂબજ ઇન્કાઇન્ડ છે. તેણે કહ્યું કે, "જ્યારે પણ હું અને વિવેક (દિવ્યાંકાના પતિ) કોઇપણ પ્રૉજેક્ટ વિશે વાત કરીએ તો, વીમેન એમ્પાવરમેન્ટ તરફ વધારે હોય છે. જ્યારે 'ક્રાઇમ પેટ્રોલ'નું ઑફર આવી તો, ત્યારે લાગ્યું કે જાણે આ કૉન્સેપ્ટની રાહ જોઇ રહી હતી. આગળ જતાં આવા જ પ્રૉજેક્ટ સાથે જોડાવા માગીશ." જણાવવાનું કે, દિવ્યાંકા ત્રિપાઠી અનેક પૉપ્યુલર શૉઝ અને વેબસીરિઝનો બાગ બની ચૂકી છે.

07 March, 2021 04:16 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

અન્ય લેખો

ટેલિવિઝન સમાચાર

ફાઇનલી ‘ધ રેપિસ્ટ’નું શૂટ પૂરું થયું

અપલોઝ એન્ટરટેઇનમેન્ટની આ ફિલ્મ ડિજિટલ પર ‌રિલીઝ થશે

10 April, 2021 04:39 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

અમિત સાધે શું કામ સોશ્યલ મીડિયામાંથી બ્રેક લીધો?

ડિજિટલ પ્લૅટફૉર્મ પર સુપરસ્ટાર બની ગયેલા ઍક્ટરે કોવિડની વધતી જતી મહામારીને ધ્યાનમાં રાખીને લાંબી પોસ્ટ મૂકીને સોશ્યલ મીડિયાને અત્યાર પૂરતી તિલાંજલિ આપી દીધી

10 April, 2021 04:35 IST | Mumbai | Rashmin Shah
ટેલિવિઝન સમાચાર

સુનિધિ ચૌહાણ, કુમાર શાનુ અને સાધના સરગમના રસ્તે હવે સાયલી પણ

‘ઇન્ડ‌િયન આઇડલ’ના સેટ પર મ્યુઝિક કમ્પોઝર આણંદજી શાહે આ કન્ટેસ્ટન્ટનું નામ બદલાવી સાયલી કિશોર કર્યું

10 April, 2021 04:41 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK