ડૉક્ટરે તેને ગરમીમાં ગ્લિસરીનનો ઉપયોગ ન કરવાની સલાહ આપી છે
દીપિકા સિંહ
દીપિકા સિંહને શૂટિંગ દરમ્યાન આંખમાં બ્લડ ક્લૉટ થતાં તેણે ડૉક્ટર પાસે દોડવું પડ્યું હતું. તે હાલમાં ‘મંગલ લક્ષ્મી’નું શૂટિંગ કરી રહી છે, જેમાં લગ્નની સીક્વન્સ ચાલી રહી છે. આ વિશે વાત કરતાં દીપિકા કહે છે, ‘મારી આંખમાં ખૂંચ્યા કરતું હતું અને મેં જોયું તો બ્લડ ક્લૉટ થઈ ગયો હતો. હું તરત જ ડૉક્ટર પાસે ગઈ હતી. તેમણે મને આંખમાં મૂકવાનાં ટીપાં આપ્યાં હતાં. મને આંખ ન ચોળવાની અને ગ્લિસરીન કે એના જેવી કોઈ પણ પ્રોડક્ટનો આ ગરમીમાં ઉપયોગ ન કરવાની સલાહ આપી છે. મારાં રડવાનાં ઘણાં દૃશ્ય છે અને એક ઍક્ટર માટે ઇમોશન્સ દેખાડવા માટે આંસુ મહત્ત્વનાં હોય છે. મારી જમણી આંખમાં ક્લૉટ થયો છે એથી અમે મારી ડાબી સાઇડનો ઉપયોગ કરીને શૂટ કરી રહ્યાં છીએ. અમે મઢ આઇલૅન્ડમાં શૂટ કરી રહ્યાં છીએ અને ગરમી ખૂબ જ છે. આથી મારા બૉડીએ રીઍક્શન આપ્યું છે. અમે લગ્નનું શૂટિંગ કરી રહ્યાં છીએ અને દરેક દૃશ્યમાં હું છું આથી હું છુટ્ટી લઈ શકું એમ પણ નથી.’

