દેબિનાએ હાલમાં એક ફોટો શૅર કર્યો છે, જેમાં તે, ગુરમીત અને તેમની દીકરી સાથે પ્રેગ્નન્સીની સોનોગ્રાફી દેખાડી રહી છે
દેબિના બૉનરજી, ગુરમીત ચૌધરી અને તેમની દીકરી
દેબિના બૉનરજી અને ગુરમીત ચૌધરી ફરી પેરન્ટ્સ બનવાનાં છે. ચાર મહિના પહેલાં તેણે દીકરી લિઆનાને જન્મ આપ્યો હતો અને હવે તેઓ ફરી પેરન્ટ્સ બનવાનાં છે. દેબિનાએ હાલમાં એક ફોટો શૅર કર્યો છે, જેમાં તે, ગુરમીત અને તેમની દીકરી સાથે પ્રેગ્નન્સીની સોનોગ્રાફી દેખાડી રહી છે. આ ફોટો શૅર કરીને દેબિનાએ કૅપ્શન આપી હતી, ‘કેટલાક નિર્ણયનો સમય ઉપરવાળો નક્કી કરે છે અને એને કોઈ બદલી નથી શકતું. આ એવો જ એક આશીર્વાદ છે. આ બેબી જલદી આવીને અમારો પરિવાર પૂરો કરશે. બીજું બેબી આવી રહ્યું છે.’