Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > કોવિડના નિયમના ઉલ્લંઘનનું પરિણામઃ સિરીઝમાંથી ગૌહર આઉટ, સ્વાતિ ઇન

કોવિડના નિયમના ઉલ્લંઘનનું પરિણામઃ સિરીઝમાંથી ગૌહર આઉટ, સ્વાતિ ઇન

05 April, 2021 12:05 PM IST | Mumbai
Nirali Dave

ઍક્ટ્રેસે હોમ ક્વૉરન્ટીનના નિયમોનું પાલન નહોતું કર્યું

કોવિડના નિયમના ઉલ્લંઘનનું પરિણામઃ સિરીઝમાંથી ગૌહર આઉટ, સ્વાતિ ઇન

કોવિડના નિયમના ઉલ્લંઘનનું પરિણામઃ સિરીઝમાંથી ગૌહર આઉટ, સ્વાતિ ઇન


ઓટીટી પ્લૅટફૉર્મ ડિઝની પ્લસ હૉટસ્ટારની ‘ધોઝ પ્રાઇસી ઠાકુર ગર્લ્સ’ નામની સિરીઝ હાલ ફ્લોર પર છે. અક્ષય ઑબરૉય, તેજ સપ્રુ, શતફ ફિગર, અંજલિ આનંદ, પૂનમ ઢિલ્લન, પદ્મિની કોલ્હાપુરી, રાજ બબ્બર, ચંદ્રચૂડ સિંહ, મેધા શંકર સહિતની મસમોટી સ્ટારકાસ્ટને સમાવતી આ સિરીઝનું મુખ્ય કૅરૅક્ટર ઇશકઝાદે, બેગમ જાન ફેમ અને બિગ બૉસ 7ની વિજેતા ઍક્ટ્રેસ ગૌહર ખાન ભજવી રહી હતી, પણ હવે તેની જગ્યા અન્ય અભિનેત્રી સ્વાતિ વત્સ લેશે.
વાત એમ છે કે મુંબઈના ઓશિવરા પોલીસ-સ્ટેશનમાં ગૌહર ખાન વિરુદ્ધ એફઆઇઆર દાખલ થયા બાદ ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લૉઈઝ (FWICE)એ તેના પર બે મહિનાનો શૂટિંગ બૅન લગાવી દીધો છે. FWICEએ કહ્યું છે કે બે મહિના સુધી અમારા સભ્યો ગૌહર ખાન સાથે કામ નહીં કરે. એફઆઇઆર દાખલ થવાનું કારણ ગૌહર ખાને કોરોના પૉઝિટિવ હોવા છતાં હોમ ક્વૉરન્ટીન નિયમોનું પાલન નહોતું કર્યું એ છે. એટલે હવે ‘ધોઝ પ્રાઇસી ઠાકુર ગર્લ્સ’ સિરીઝમાં ગૌહરની જગ્યાએ ગર્લ ઇન ધ સિટી, લવ, લસ્ટ ઍન્ડ કન્ફ્યુઝનમાં દેખાયેલી ઍક્ટ્રેસ સ્વાતિ વત્સ જોવા મળશે. ‘ધોઝ પ્રાઇસી ઠાકુર ગર્લ્સ’ અનુજા ચૌહાણની એ જ નામની અંગ્રેજી નવલકથાનું ઍડપ્ટેશન છે.


Whatsapp-channel Whatsapp-channel

05 April, 2021 12:05 PM IST | Mumbai | Nirali Dave

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK