° °

આજનું ઇ-પેપર
Thursday, 06 October, 2022


૪૩ દિવસની ફાઇટ બાદ મૃત્યુ સામે હારી ગયો રાજુ શ્રીવાસ્તવ

22 September, 2022 11:18 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એક શોના પચાસ રૂ​પિયાથી ‘કિંગ ઑફ કૉમેડી’ સુધીની સફર

રાજુ શ્રીવાસ્તવ Rip Raju Srivastav

રાજુ શ્રીવાસ્તવ

રાજુ શ્રીવાસ્તવનું ગઈ કાલે મૃત્યુ થયું હતું. જિમમાં હાર્ટ-અટૅક આવતાં તેને દસ ઑગસ્ટે દિલ્હીની એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાં તેનું બ્રેઇન ડેડ થઈ ગયું હતું અને તેને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યો હતો. જોકે તેની તબિયતમાં ઘણો સુધારો થયો હતો અને તેનું બૉડી રિસ્પૉન્ડ પણ કરી રહ્યું હતું. ત્યાર બાદ તેને ફરી તાવ આવતાં વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યો હતો અને ગઈ કાલે અચાનક જ તેના મૃત્યુના સમાચાર આવ્યા હતા. ૫૮ વર્ષની ઉંમરનો રાજુ શ્રીવાસ્તવ ૪૩ દિવસ સુધી મૃત્યુ સામે ફાઇટ આપી રહ્યો હતો.

એક શોના પચાસ રૂ​પિયાથી ‘કિંગ ઑફ કૉમેડી’ સુધીની સફર

સ્ટૅન્ડ-અપ કૉમેડી વિશે ઇન્ડિયામાં જ્યારે કોઈને જાણ પણ નહોતી ત્યારે રાજુ શ્રીવાસ્તવ કૉમેડી લઈને આવ્યો હતો. એક શોના તે પચાસ રૂપિયા લેતો હતો અને ત્યારથી તે ‘કિંગ ઑફ કૉમેડી’ બન્યો હતો. તેણે લાઇફમાં ઘણા ઉતારચડાવ જોયા હતા. તેનું ગઈ કાલે સવારે સાડાદસ વાગ્યે એઇમ્સમાં મૃત્યુ થયું હતું.

રાજુનો જન્મ સરકારી નોકરી કરતા રમેશચંદ્ર શ્રીવાસ્તવ અને હોમમેકર વાઇફ સરસ્વતી શ્રીવાસ્તવને ત્યાં થયો હતો. બાળપણથી જ તે કૉમિક આર્ટિસ્ટ બનવા માગતો હતો. તેના સપનાને પૂરું કરવા માટે તે ૧૯૮૦ના દાયકમાં મુંબઈ આવી ગયો હતો. કૉમેડી એ સમયે નવું ફૉર્મ હોવાથી તેને વધુ કામ નહોતું મળી રહ્યું. રોજીરોટી માટે તેણે રિક્ષા ચલાવવાનું શરૂ કર્યું હતું અને પોતાના પૅશનને જીવંત રાખવા તે ફક્ત ૫૦ રૂપિયા એક શોના મળતા હોવા છતાં કામ કરતો હતો. 

આવા ઘણા શો કર્યા બાદ ૧૯૮૮માં ‘તેઝાબ’માં કામ કર્યું હતું. ત્યાર બાદ તેને ઘણાં નાનાં-નાનાં પાત્રો મળ્યાં હતાં. તેણે ઇન્ડિયાના પહેલા સાયન્સ-ફિક્શન શો ‘શક્તિમાન’માં પણ કામ કર્યું હતું. ‘ધ ગ્રેટ ઇન્ડિયન લાફટર ચૅલેન્જ- ચૅમ્પિયન્સ’માં તેનું ગજોધર અને મનોધર પાત્ર લોકોને ખૂબ જ પસંદ પડ્યું હતું. આ શોમાં દિવાળી સ્પેશ્યલ એપિસોડમાં તેણે ફટાકડાનાં જુદાં-જુદાં કપડાં પહેરીને જોરદાર પર્ફોર્મન્સ આપ્યો હતો.

મુંબઈમાં ગુરુકુલ સ્કુલ ઓફ આર્ટના ટીચરને રાજુ શ્રીવાસ્તવને ટ્રીબ્યુટ આપવા તૈયાર કરેલું પોર્ટ્રેટ.

સુનીલ પાલ અને અહેસાન કુરેશી સાથે રાજુ શ્રીવાસ્તવ.

22 September, 2022 11:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ટેલિવિઝન સમાચાર

રાજુ શ્રીવાસ્તવ બાદ ગુજરાતી ટેલિવિઝન કૉમેડિયનનું નિધન, સુનિલ પાલ થયા ભાવુક

`ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ`ની પ્રથમ સીઝનના સ્પર્ધક પરાગ કંસારા(Parag Kansara)નું નિધન થયું છે. તેના મિત્ર અને પ્રખ્યાત કોમેડિયન સુનીલ પાલ(Sunil Pal)એ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને આ માહિતી આપી છે.

05 October, 2022 05:22 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ટેલિવિઝન સમાચાર

KBC 14: અભિષેકને સેટ પર અચાનક જોઈ ભાવુક થઈ ગયા અમિતાભ બચ્ચન, જુઓ વીડિયો

આ વીડિયો સોની ટીવીના ઑફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો છે

05 October, 2022 03:28 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ટેલિવિઝન સમાચાર

બિગ બોસ કપલ એજાઝ ખાન-પવિત્રા પુનિયાએ કરી સગાઈ

બિગ બોસ ફેમ એજાઝ ખાને ઈન્સ્ટાગ્રામ પર આ સુંદર ક્ષણ વિશે જણાવ્યું

05 October, 2022 02:45 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK