Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > કૃષ્ણા અભિષેકે પત્ની કાશ્મીરાની શૅર કરી બૉલ્ડ તસવીર, કેપ્શનમાં લખ્યું..

કૃષ્ણા અભિષેકે પત્ની કાશ્મીરાની શૅર કરી બૉલ્ડ તસવીર, કેપ્શનમાં લખ્યું..

16 December, 2020 10:04 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

કૃષ્ણા અભિષેકે પત્ની કાશ્મીરાની શૅર કરી બૉલ્ડ તસવીર, કેપ્શનમાં લખ્યું..

કૃષ્ણા અભિષેક

કૃષ્ણા અભિષેક


બૉલીવુડ એક્ટ્રેસ કાશ્મીર શાહ હંમેશાથી જ પોતાની બૉલ્ડ તસવીરોના કારણે ચર્ચમાં રહે છે. તેમ જ કાશ્મીરાના પતિ એટલે એક્ટર-કૉમેડિયન કૃષ્ણા અભિષેક પણ પોતાની પત્નીની હૉટ તસવીરો શૅર કરવાની એક પણ તક ચૂકતા નથી. આ દરમિયાન ફરી એકવાર કૃષ્ણાએ કાશ્મીરાની એક તસવીર શૅર કરી છે, જેમાં તે ઘણી હૉટ નજર આવી રહી છે. આ તસવીરમાં તે બિકિની પહેરીને સ્વિમિંગ પૂલમાં હૉટ પૉઝ આપતી નજર આવી રહી છે. એક્ટ્રેસની આ તસવીર સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે. આ તસવીરને ફૅન્સ ન ફક્ત પસંદ કરી રહ્યા છે, પરંતુ એના પર કમેન્ટ્સ કરીને એના જોરદાર વખાણ પણ કરી રહ્યા છે.

 
 
 
View this post on Instagram

A post shared by Krushna Abhishek (@krushna30)




કૃષ્ણા અભિષેકે હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પત્ની કાશ્મીરાની હૉટ ફોટો શૅર કરી છે. આ તસવીરમાં તમે જોઈ શકો છો તે પૂલમાં બિકિની પહેરીને બહુ જ હૉટ અંદાજમાં નજર આવી રહી છે. આ તસવીરને ઈન્સ્ટાગ્રામ પર શેર કરતા કૃષ્ણાએ કેપ્શનમાં લખ્યું કે, તમે મને હંમેશા ગર્વનો અનુભવ કરાવો છો અને મને ખબર છે તમે આને આગળ પણ ચાલુ રાખશો. તમારો આવો સ્વભાવ તમને વિવિધ સ્થળો પર લઈ જશે. લવ યૂ કેશ'. તસવીરમાં કાશ્મીરા શાહનો બૉલ્ડ અંદાજ ફૅન્સને ઘણો પસંદ આવી રહ્યો છે. કાશ્મીરા શાહની આ તસવીર પર ફૅન્સ જબરદસ્ત લાઈક્સ અને કમેન્ટ્સ કરી રહ્યા છે.

 
 
 
View this post on Instagram

A post shared by Krushna Abhishek (@krushna30)


તમને જણાવી દઇએ કે આ પહેલા પણ કૃષ્ણાએ કાશ્મીરા શાહનો બીજો ફોટો શેર કર્યો હતો, જેમાં તે ખૂબ ફિટ અને હૉટ લાગી રહી હતી. ફોટોમાં તે પિન્ક કલરના ડ્રેસમાં નજર આવી હતી, જેના ઉપર કાળા રંગનો લૉન્ગ કૉટ પહેર્યો છે. ફોટો શેર કરતી વખતે કૃષ્ણાએ તેના કેપ્શનમાં લખ્યું કે, 'આજે આ ફોટો પોસ્ટ કરવાનો ખોટો દિવસ છે, કારણ કે આજે ભાઈબીજ છે. પરંતુ તો પણ કાશ્મીરાના બધા ભાઈઓને હેપ્પી ભાઈબીજ'. કૃષ્ણાની આ તસવીર પર કાશ્મીરાએ પણ કમેન્ટ કરી છે. કાશ્મીરા કમેન્ટમાં લખ્યું- 'હાહાહાહ સહી કહાં'.. આમ તો આ ફોટોને કાશ્મીરાએ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શૅર કર્યો છે જેના પર કમેન્ટ કરતા કૃષ્ણાએ લખ્યું છે 'ગૉર્જિયસ'..

Whatsapp-channel Whatsapp-channel

16 December, 2020 10:04 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK