તેની સાથે અન્ય પાંચ માણસોનાં પણ નામ ૪૦ વર્ષની મહિલાએ ફરિયાદમાં લીધાં છે
કરણવીર બોહરા
કરણવીર બોહરા અને અન્ય પાંચ માણસ વિરુદ્ધ ૪૦ વર્ષની મહિલાએ બે કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ મૂક્યો છે. આ મહિલા દ્વારા ઓશિવરા પોલીસ સ્ટેશનમાં કેસ ફાઇલ કરવામાં આવ્યો છે. ઓશિવરા પોલીસ સ્ટેશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે મહિલાએ તેમના પર ૧.૯૯ કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ મૂક્યો છે, જે પૈસાને તેમણે ૨.૫ ટકા ઇન્ટરેસ્ટ સાથે ચૂકવવાના હતા. આ મહિલાએ એ પણ કહ્યું છે કે તેમણે હજી સુધીમાં ફક્ત એક જ કરોડ રૂપિયા આપ્યા છે. મહિલાએ એ પણ આરોપ મૂક્યો છે કે તેણે જ્યારે પૈસા માગ્યા તો બોહરા અને તેની પત્ની તેજિન્દર સિધુ દ્વારા યોગ્ય જવાબ આપવામાં નહોતો આવ્યો. તેમ જ તેને શૂટ કરી નાખવાની ધમકી આપી હતી. પોલીસે સ્ટેટમેન્ટ રેકૉર્ડ કર્યું છે અને હવે તપાસ શરૂ કરી છે.