Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ‘બિગ બૉસ OTT’ની બીજી સીઝન હોસ્ટ કરશે રણવીર સિંહ?

‘બિગ બૉસ OTT’ની બીજી સીઝન હોસ્ટ કરશે રણવીર સિંહ?

05 July, 2022 01:44 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગયા વર્ષે શરૂ થયેલા આ શોને કરણ જોહરે હોસ્ટ કર્યો હતો

રણવીર સિંહ

રણવીર સિંહ


રણવીર સિંહ ‘બિગ બૉસ OTT’ની બીજી સીઝનને હોસ્ટ કરે એવી શક્યતા છે. ગયા વર્ષે શરૂ થયેલા આ શોને કરણ જોહરે હોસ્ટ કર્યો હતો. વુટ સિલેક્ટ પર આ શોને રજૂ કરવામાં આવશે. એવું જાણવા મળ્યું છે કે ટીવી સ્ટાર કાંચી સિંહ, મહેશ શેટ્ટી અને પૂજા ગૌરનાં નામ સ્પર્ધક તરીકે નક્કી કરવામાં આવી રહ્યાં છે. સાથે જ સંભાવના સેઠ અને પૂનમ પાન્ડે પણ એમાં દેખાશે, પરંતુ તેમના તરફથી હજી સુધી કંઈ નિર્ણય નથી લેવાયો. બીજી સીઝન માટે મેકર્સે કામ કરવાનું શરૂ કરી દીધું છે. કરણ જોહર પાસે તારીખ ન મળી રહી હોવાથી તેમણે રણવીર સિંહ પર પોતાની પસંદગી ઉતારી છે. રણવીરે રિયલિટી શો ‘ધ બિગ પિક્ચર’ને હોસ્ટ કર્યો હતો. રણવીર ‘બિગ બૉસ OTT’ને હોસ્ટ કરશે કે નહીં એની પણ ચોક્કસ માહિતી નથી. જોકે સમયની સાથે હોસ્ટના નામનો પણ ખુલાસો થઈ જશે.


Whatsapp-channel Whatsapp-channel

05 July, 2022 01:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK