‘બિગ બૉસ OTT 3’ને સલમાન ખાનની જગ્યાએ તે કરશે હોસ્ટ, થયું કન્ફર્મ
અનિલ કપૂર
‘બિગ બૉસ OTT 3’ને આ વખતે અનિલ કપૂર હોસ્ટ કરશે એ કન્ફર્મ થઈ ગયું છે. એની નાનકડી ઝલક જિયો સિનેમાએ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી છે. આ શોની પહેલી સીઝનને કરણ જોહરે હોસ્ટ કરી હતી. તો બીજી સીઝનને સલમાન ખાને હોસ્ટ કરી હતી. છેલ્લા ઘણા સમયથી ‘બિગ બૉસ OTT 3’ને કોણ હોસ્ટ કરશે એને લઈને ચર્ચા ચાલી રહી હતી. હવે એના પર વિરામ લગાવવાનું કામ જિયો સિનેમાએ કર્યું છે. એ નાનકડી ક્લિપમાં અનિલ કપૂરનો ચહેરો તો નથી દેખાતો, પરંતુ તેનો અવાજ સ્પષ્ટ સંભળાય છે. તે કહી રહ્યો છે કે ‘બહોત હો ગયા રે ઝકાસ, કરતે હૈં ના કુછ ઔર
ખાસ.’
એ ક્લિપને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને જિયો સિનેમાએ કૅપ્શન આપી, ‘‘બિગ બૉસ OTT’ની નવી સીઝનમાં નવા હોસ્ટ. ‘બિગ બૉસ’ની જેમ તેમનો તો અવાજ જ પૂરતો છે. આ જૂનમાં જિયો સિનેમા પર ‘બિગ બૉસ OTT 3’ની શરૂઆત કરવામાં આવશે.’

