° °

આજનું ઇ-પેપર
Thursday, 08 December, 2022


બિગ બોસ કપલ એજાઝ ખાન-પવિત્રા પુનિયાએ કરી સગાઈ

05 October, 2022 02:45 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

બિગ બોસ ફેમ એજાઝ ખાને ઈન્સ્ટાગ્રામ પર આ સુંદર ક્ષણ વિશે જણાવ્યું

એજાઝ અને પવિત્રા

એજાઝ અને પવિત્રા

બિગ બોસ કપલ એજાઝ ખાન અને પવિત્રા પુનિયા લાંબા સમયથી લિવ-ઈન-રિલેશનશિપમાં રહેતાં હતાં. હવે આખરે બંનેએ સગાઈ કરી લીધી છે અને તેમના સંબંધોને એક પગલું આગળ લઈ ગયા છે. બંનેએ આ સારા સમાચાર સોશિયલ મીડિયા પર શૅર કર્યા છે. આ સાથે બંનેની રોમેન્ટિક તસવીરો પણ સામે આવી છે. આ ફોટામાં, પવિત્રા પુનિયા સગાઈની રિંગ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી અને તેણે તેની રોમેન્ટિક ડેટ વિશે પણ જણાવ્યું હતું. બીજી તરફ સોશિયલ મીડિયા પર ફેન્સ દ્વારા કપલને #pavijaj નામ આપવામાં આવ્યું છે.

બિગ બોસ ફેમ એજાઝ ખાને ઈન્સ્ટાગ્રામ પર આ સુંદર ક્ષણ વિશે જણાવ્યું. તેણે લખ્યું કે, “બેબી જો આપણે યોગ્ય સમયની રાહ જોતા રહીએ તો તે ક્યારેય આવવાનો નથી, પરંતુ હું વચન આપું છું કે હું મારું બેસ્ટ આપીશ. તું મારી સાથે લગ્ન કરીશ. પછી તેણે હા પાડી.”

શરમાઈ ગઈ પવિત્રા પુનિયા

એજાઝે પવિત્રા પુનિયાને લગ્ન માટે પ્રપોઝ કર્યું, જે સાંભળીને તે શરમાઈ ગઈ. તેણીએ આંખ મીંચી અને બંને આ ચિત્રોમાં હળવાશથી હસવા લાગ્યા. એજાઝની પોસ્ટ પર પવિત્રાએ લખ્યું, “ભગવાન આપણને ખરાબ નજરથી બચાવે. બસ આવો જ પ્રેમ, આપણી વચ્ચે રહે.

સેલેબ્સે પવિત્રા પુનિયા-એજાઝ ખાનને પાઠવી શુભેચ્છા

એજાઝની આ પોસ્ટ જોઈને બિગ બોસ ફેમ જસ્મીન ભસીને કૉમેન્ટ કરી અને કહ્યું કે “આપણે પાર્ટી જોઈએ છે” તો અલી ગોનીએ પણ પ્રતિક્રિયા આપી હતી. તે જ સમયે, ફ્લોરા સૈની, અયાઝ ખાન, અદા ખાન, નીતિન આર મિરાણીથી લઈને ચારુ મલિક સહિત ઘણા સ્ટાર્સે કૉમેન્ટ કરી અને બંનેને અભિનંદન આપ્યા.

05 October, 2022 02:45 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ટેલિવિઝન સમાચાર

સ્ક્રીન પર લોકો જુએ છે એના કરતાં રિયલમાં અમારું રિલેશન ખૂબ જ અલગ છે: શ્રદ્ધા

શ્રદ્ધા આર્યાનું કહેવું છે કે રીલ કરતાં રિયલ લાઇફમાં તેના સંબંધ તેના કો-સ્ટાર શક્તિ અરોરા સાથે એકદમ અલગ છે. તેઓ ‘કુંડલી ભાગ્ય’માં સાથે કામ કરી રહ્યાં છે.

07 December, 2022 06:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

બ્રેકઅપના નવ મહિના બાદ દિવ્યા અગરવાલે કરી સગાઈ

દિવ્યા અગરવાલે તેના બૉયફ્રેન્ડ વરુણ સૂદ સાથેના બ્રેકઅપના નવ મહિના બાદ બિઝનેસમૅન અપૂર્વ પાડગાવકર સાથે સગાઈ કરી લીધી છે.

07 December, 2022 06:20 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

TMKOC: રાજ અનડકટે પણ શૉને કહ્યું ગુડબાય: સોશિયલ મીડિયા પોસ્ટમાં કર્યો ખુલાસો

અગાઉ એવી એટકળો હતો કે રાજ અનડકટે શૉ છોડી દીધો છે

06 December, 2022 07:42 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK