Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ‘બિગ બૉસ 15’ને એક્ઝિટ કર્યું બાપટે

‘બિગ બૉસ 15’ને એક્ઝિટ કર્યું બાપટે

16 November, 2021 02:40 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મેડિકલ કન્ડિશનને કારણે રાકેશ શોના ઘરની બહાર ટ્રીટમેન્ટ લેતો હતો

રાકેશ બાપટે

રાકેશ બાપટે


તબિયત બગડ્યા બાદ ‘બિગ બૉસ 15’માંથી નીકળેલા રાકેશ બાપટે જણાવ્યું છે કે તે હવે ફરીથી લોકોને મનોરંજન પૂરું પાડવા માટે પોતાના પગ પર ઊભા રહેવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ માહિતી ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને એક નોટ રાકેશ બાપટે લખી હતી કે ‘મારી ફૅમિલી માટે. હું તમને સૌને મારો પરિવાર ગણું છું, કારણ કે તમારું અને મારું જે કનેક્શન છે એ દિલથી જોડાયેલું છે. મારી લાઇફમાં તમે બધા છો એથી હું નસીબદાર છું. તમે મારા માટે પ્રાર્થના કરો છો, આશીર્વાદ, શુભેચ્છા અને ખૂબ પૉઝિટિવિટી આપો છો. લાઇફમાં ક્યારેક અગત્યના વળાંકે અણધાર્યા સંજોગો ઘટે છે. આવું જ મારા કેસમાં બન્યું છે. તમારો પ્રેમ મને ‘બિગ બૉસ’માં ફરી ખેંચી લાવ્યો છે. જોકે મારી તબિયત બગડતાં એ ઘરમાં હું થોડો સમય જ રોકાઈ શક્યો. પાંચ વર્ષ અગાઉ પણ મને આ તકલીફ થઈ હતી. એ ખૂબ જ અકલ્પનીય અને પીડાદાયક હતી. બધા મને એ વિશે પૂછી રહ્યા છે તો કહી દઉં કે હું સ્વસ્થ છું અને રિકવર કરી રહ્યો છું. એવું કહેવાય છે કે સ્વાસ્થ્ય સર્વોપરી છે. આ જર્ની દરમ્યાન મેં સ્પેશ્યલ કનેક્શન બનાવ્યું છે, જે મારા માટે કીમતી છે. તમે લોકોએ એને ‘શારા’ નામ આપ્યું છે. અમારી લાઇફમાં તમે લોકો છો એનો અમને બન્નેને ગર્વ છે. સાથે જ સકારાત્મકતા અમારા માટે પણ અગત્યની છે. એથી એ પૉઝિટિવિટીને કાયમ રહેવા દો. જો મારા સ્વાસ્થ્યની તકલીફ ન થઈ હોત તો હું તમને આજે પણ ઘરની અંદર મનોરંજન આપતો હોત. હું સારી રીતે ગુડ બાય કહ્યા વગર જવા નહોતો માગતો. જોકે દર્દની અંદર મને એટલી જ જાણ થઈ કે મારે હવે જવું જોઈએ. હું એટલું જરૂર કહીશ કે આ નાનકડી જર્નીમાં પણ આપણું કનેક્શન આજીવન રહેશે. તમને બધાને ફરીથી મનોરંજન આપવા માટે હું ફરીથી મારા પગ પર ઊભા રહેવા માટે આતુર છું. કે સેરા સેરા...’


Whatsapp-channel Whatsapp-channel

16 November, 2021 02:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK