Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > BB14: ભાઈજાનના બર્થ-ડે પર ઘરના સભ્યો માટે સારા સમાચાર, નહીં થાય એવિક્શન

BB14: ભાઈજાનના બર્થ-ડે પર ઘરના સભ્યો માટે સારા સમાચાર, નહીં થાય એવિક્શન

26 December, 2020 05:02 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

BB14: ભાઈજાનના બર્થ-ડે પર ઘરના સભ્યો માટે સારા સમાચાર, નહીં થાય એવિક્શન

સલમાન ખાન

સલમાન ખાન


બિગ-બૉસ 14ના મેકર્સ દર્શકોને શૉથી બાંધી રાખવા માટે દરરોજ નવા ટ્વિસ્ટ લાવી રહ્યા છે. શૉની શરૂઆતમાં તૂફાની સીનિયર્સ તરીકે સિદ્ધાર્થ શુક્લા, હિના ખાન અને ગૌહર ખાનની એન્ટ્રી બાદ હવે શૉમાં ચેલેન્જર્સની એન્ટ્રી થઈ છે. બિગ-બૉસ 14માં શૉના એક્સ-કન્ટેસ્ટન્ટની એન્ટ્રીએ જેવી રીતે દર્શકોને સરપ્રાઈઝ કરી દીધા હતા, તેવી જ રીતે બિગ-બૉસ દર વખતે સીન પલટીને દર્શકોને આશ્ચર્યચકિત કરી દે છે. બિગ-બૉસ 14માં આ વીકેન્ડના વાર તમને ઘણી ધમાલ-મસ્તી જોવા મળશે. આ વીકેન્ડ કા વારમાં શૉના હોસ્ટ અને સલમાન ખાનના જન્મદિવસની ઉજવણી જોવા મળશે. અને ઘરના સભ્યો માટે એક સારા સમાચાર છે. રિપોર્ટ્સ મુજબ આ અઠવાડિયે ઘરમાં કોઈ એવિક્શન નહીં થાય. એટલે આ સપ્તાહમાં કોઈ ઘરથી બેઘર નહીં થાય.

 
 
 
View this post on Instagram

A post shared by Bigg Boss Khabri ? (@mr_khabri)




તેમ જ આ અઠવાડિયે એજાઝ ખાન, રાહુલ મહાજન અને અભિનવ શુક્લાનું નામ નૉમિનેશનમાં છે. આ ત્રણેયમાંથી કોઈ પણ કન્ટેસ્ટન્ટ્સ આ અઠવાડિયે ઘરે જવાના નથી. હવે બિગ-બૉસ ખબરી અનુસાર આ અઠવાડિયે શૉમાંથી કોઈનું પણ એવિક્શન નહીં થાય. સાથે જ આ અઠવાડિયે મનુ પંજાબી તબિયત સારી ન રહેવાથી શૉમાંથી બહાર થઈ ગયા છે. મનુ પંજાબી શૉમાં થોડા સમય પહેલા જ આવ્યા હતા પરંતુ સ્વાસ્થય સમસ્યાઓના કારણે તેણે શૉને વચ્ચે જ છોડી દીધો હતો. એવા પણ અહેવાલ છે કે મનુ પંજાબી સારવાર બાદ શૉમાં પાછો ફરશે. હવે એ તો સમય જ બતાવશે કે મનુ પંજાબી શૉમાં પાછો આવશે કે નહીં.

તમે જોયું હશે કે શુક્રવારના એપિસોડમાં ઘરના સભ્યોએ ક્રિસમસ સેલિબ્રેશન કર્યું છે. ઘરના સભ્યોએ પોસ્ટમેન બન્યા અને એકબીજાને પત્રો વહેંચી દીધા. પોત-પોતાના પત્ર વાંચીને ઘરના બધા સભ્યો ઈમોશનલ દેખાયા. જાસ્મિન ભસીન અને એજાઝ ખાન તેમના પત્રો વાંચીને અને રડતા જોવા મળ્યા છે. રાખી સાવંત પણ પોતાના પતિ રિતેશનો પત્ર જોઈને ઘણી ઈમોશનલ નજર આવી હતી.


બૉલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન 27 ડિસેમ્બરના રોજ પોતાનો 55મો જન્મદિવસ ઉજવશે. આ વીકેન્ડ કા વારમાં સલમાન ખાનના બર્થ-ડેનું સેલિબ્રેશન થતું જોવા મળશે. શૉમાં મહેમાન તરીકે રવીના ટંડન અને જેક્લિન ફર્નાન્ડિસ જોવા મળશે. એ સિવાય કોરિયોગ્રાફર ધર્મેશ યેલાન્ડે પણ ડાન્સ પર્ફોર્મન્સ આપતા જોવા મળશે. સલમાન ખાનના જન્મદિવસે નિમિત્તે બિગ-બૉસ 13ની કન્ટેસ્ટન્ટ્સ અને પંજાબી સિંગર શહેનાઝ ગિલ ફરીથી શૉમાં જોરદાર એન્ટ્રી મારશે. છેલ્લી વખતની જેમ આ વખતે તે ઘરના કન્ટેસ્ટ્ન્ટ્સને સલાહ આપતા જોવા મળશે. બિગ-બૉસના સેટ પર શહેનાઝ તેનો ફૅમસ ડાયલૉગ 'સાડ્ડા કુત્તા કુત્તા, સાડ્ડા કુત્તા ટૉમી' બોલતી નજર આવશે અને સીનને રિ-ક્રીએટ કરશે.

Whatsapp-channel Whatsapp-channel

26 December, 2020 05:02 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK