Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ભારતી સિંહે દીકરાનું નામ રાખ્યું લક્ષ

ભારતી સિંહે દીકરાનું નામ રાખ્યું લક્ષ

13 June, 2022 01:10 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતી સિંહે દીકરાનું નામ લક્ષ સિંહ લિંબાચિયા રાખ્યું છે. ભારતી અને તેનો હસબન્ડ હર્ષ લિંબાચિયા તેને લાડથી ‘ગોલા’ કહીને બોલાવે છે.

ભારતી સિંહ

ભારતી સિંહ


ભારતી સિંહે દીકરાનું નામ લક્ષ સિંહ લિંબાચિયા રાખ્યું છે. ભારતી અને તેનો હસબન્ડ હર્ષ લિંબાચિયા તેને લાડથી ‘ગોલા’ કહીને બોલાવે છે. તેનો દીકરો બે ​મહિનાનો થઈ ગયો છે. જોકે દીકરાનો ચહેરો તેમણે હજી સુધી નથી દેખાડ્યો. તેમના ફૅન્સ તેને જોવા માટે આતુર છે. આ વર્ષે ૩ એપ્રિલે ભારતીએ દીકરાને જન્મ આપ્યો હતો. ભારતી તેની અને દીકરા સાથે જોડાયેલી બાબતો સોશ્યલ મીડિયામાં શૅર કરે છે. દીકરાના નામનો ખુલાસો તેણે હસબન્ડ હર્ષની યુટ્યુબ ચૅનલ ‘લાઇફ ઑફ લિંબાચિયાસ’માં કર્યો છે. એ વિડિયોમાં તેણે જણાવ્યું છે કે દીકરાનું નામ લક્ષ સિંહ લિંબાચિયા રાખવામાં આવ્યું છે અને તેને તેઓ ગોલા કહીને જ બોલાવશે, કેમ કે આ લાડથી રાખવામાં આવેલું નામ છે.


Whatsapp-channel Whatsapp-channel

13 June, 2022 01:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK