આ વિશે વાત કરતાં રોહિતે કહ્યું કે ‘હું ઘણા સમયથી મારા લુકને ચેન્જ કરવાનું વિચારી રહ્યો હતો
રોહિત સુચંતી
‘ભાગ્ય લક્ષ્મી’માં જોવા મળતા રોહિત સુચંતીએ સિંગર ડેરેકની હેરસ્ટાઇલની કૉપી કરી છે. તે આ શોમાં રિશીનું પાત્ર ભજવી રહ્યો છે. શોમાં તેણે લક્ષ્મીનો વિશ્વાસ તોડ્યો છે અને હવે તેઓ ડિવૉર્સ લઈ રહ્યાં છે. દુબઈની મુલાકાત લીધા બાદ તેણે આ હેરકટ કરવાનું નક્કી કર્યું હતું. આ વિશે વાત કરતાં રોહિતે કહ્યું કે ‘હું ઘણા સમયથી મારા લુકને ચેન્જ કરવાનું વિચારી રહ્યો હતો. હું ડેરેકની હેરકટથી ખૂબ જ ઑબ્સેસ હતો અને એથી જ આ ન્યુ યરે મેં તેના જેવી હેરકટ કરવાનું નક્કી કર્યું હતું. હું ન્યુ યર સેલિબ્રેશન માટે દુબઈ ગયો હતો અને મેં ત્યાં જ મારી હેરકટ કરાવી હતી. મને લાગે છે કે એ મને સૂટ પણ કરે છે. આ લુકમાં હું ખૂબ કૉન્ફિડન્ટ અને અદ્ભુત લાગું છું. દર્શકો મારા આ નવા લુકને પસંદ કરે એવી મને આશા છે.’
આ પણ વાંચો : Road Safety Week : મુંબઈ પોલીસ આ અભિનેત્રીઓ સાથે મળીને ફેલાવશે જાગૃતિ