Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ‘ઇન્ડિયાઝ ગૉટ ટૅલન્ટ’માં જજની ખુરશી પર બેસવા માટે ઉત્સાહિત છે બાદશાહ

‘ઇન્ડિયાઝ ગૉટ ટૅલન્ટ’માં જજની ખુરશી પર બેસવા માટે ઉત્સાહિત છે બાદશાહ

11 October, 2021 09:34 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દેશના વિવિધ ભાગોમાંથી અહીં ટૅલન્ટ્સ જોવા મળશે. આ બધા સિવાય મને એ વાતની પણ ખુશી છે કે શિલ્પાજી સાથે મને જજની ભૂમિકા ભજવવા મળશે. મને હંમેશાંથી તેમની સાથે કામ કરવાની ઇચ્છા હતી.’

‘ઇન્ડિયાઝ ગૉટ ટૅલન્ટ’માં જજની ખુરશી પર બેસવા માટે ઉત્સાહિત છે બાદશાહ

‘ઇન્ડિયાઝ ગૉટ ટૅલન્ટ’માં જજની ખુરશી પર બેસવા માટે ઉત્સાહિત છે બાદશાહ


બાદશાહ ‘ઇન્ડિયાઝ ગૉટ ટૅલન્ટ’માં જજની ખુરશી સંભાળવાનો છે. આ શોમાં શિલ્પા શેટ્ટી કુન્દ્રા પણ જજની જવાબદારી સંભાળશે. ‘અમેરિકાઝ ગૉટ ટૅલન્ટ’ પરથી આ શો પ્રેરિત છે. આ રિયલિટી શોની શરૂઆત ૨૦૦૬માં થઈ હતી. ત્યાર બાદ લગભગ ૭૦ દેશોએ આ ફૉર્મેટને અપનાવી લીધું હતું. ‘ઇન્ડિયાઝ ગૉટ ટૅલન્ટ’ સોની ચૅનલ પર શરૂ થવાનો છે. આ શોના માધ્યમથી દેશના ખૂણે-ખૂણેથી આવતા ટૅલન્ટેડ લોકોને પોતાની પ્રતિભા દેખાડવાની તક મળે છે. બાદમાં દર્શકોના વોટના આધારે વિજેતાની ઘોષણા થાય છે. જજની ખુરશી પર બેસવાની ખુશી વ્યક્ત કરતાં બાદશાહે કહ્યું હતું કે ‘હું ‘ઇન્ડિયાઝ ગૉટ ટૅલન્ટ’માં જોડાવાથી ઉત્સાહિત છું. દેશના વિવિધ ભાગોમાંથી અહીં ટૅલન્ટ્સ જોવા મળશે. આ બધા સિવાય મને એ વાતની પણ ખુશી છે કે શિલ્પાજી સાથે મને જજની ભૂમિકા ભજવવા મળશે. મને હંમેશાંથી તેમની સાથે કામ કરવાની ઇચ્છા હતી.’


Whatsapp-channel Whatsapp-channel

11 October, 2021 09:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK