° °

આજનું ઇ-પેપર
Friday, 30 July, 2021


તારક મેહતા ફેમ બબીતાજી ઉર્ફે મુનમુન દત્તા કેમ પુરુષોથી કરે છે નફરત

19 June, 2021 04:25 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

શું તમે જાણો છો કે મુનમુનના જીવનમાં એવી ઘટનાઓ ઘડાઇ જેના પછી તેને પુરુષો પ્રત્યે એક પ્રકારની નફરત થવા લાગી છે. અહીં જાણો બબીતાજીના જીવનના કેટલાક કડવા સત્ય...

મુનમુન દત્તા (તસવીર સૌજન્ય મિડ-ડે)

મુનમુન દત્તા (તસવીર સૌજન્ય મિડ-ડે)

ટેલીવિઝન શૉ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ફેમ બબીતાજી એટલે કે મુનમુન દત્તા પોતાની કાતિલ અદાઓથી લોકોને દિવાના બનાવે છે. શૉમાં મિસ્ટર અય્યરની પત્ની બબીતાજી રિયલ લાઇફમાં અત્યાર સુધી સિંગલ છે. ગોકુલધામ સોસાઇટીની સૌથી સ્ટાઇલિશ મહિલા બબીતાજી રિયલ લાઇફમાં ખૂબ જ બૉલ્ડ છે. પણ શું તમે જાણો છો કે મુનમુનના જીવનમાં એવી ઘટનાઓ ઘડાઇ જેના પછી તેને પુરુષો પ્રત્યે એક પ્રકારની નફરત થવા લાગી છે. અહીં જાણો બબીતાજીના જીવનના કેટલાક કડવા સત્ય...

અરમાન કોહલીએ કરી હતી મારપીટ
ઘટના વર્ષ 2008ની છે જ્યારે મુનમુન ફિલ્મ એક્ટર અરમાન કોહલીને ડેટ કરતી હતી. વેલેન્ટાઇન્સ ડેના અવસરે તેના બૉયફ્રેન્ડ અરમાને તેની સાથે મારપીટ કરી હતી. પરિણામે મુનમુન અને અરમાનના સંબંધો ખતમ થયા. આમતો બિગ બૉસમાં દેખાઇ ચૂકેલા અરમાન કોહલીના ગુસ્સાને લગભગ બધાં જ જાણે છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ?????? ????? ??‍♀️? (@mmoonstar)

કૉર્ટ સુધી પહોંચ્યો મામલો
મુનમુન સાથે બૉયફ્રેન્ડ અરમાન કોહલીએ વેલેન્ટાઇન્સ ડેના દિવસે મારપીટ કરી. તેના પછી મુનમુને પોતાની સાથે થયેલા આ અપરાધની ફરિયાદ પોલીસમાં નોંધાવી હતી. મામલો કૉર્ટ સુધી પહોંચ્યો. જેના પછી અરમાને પોતાના વર્તન માટે માફી માગવી પડી અને દંડ પણ ભરવો પડ્યો હતો.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ?????? ????? ??‍♀️? (@mmoonstar)

#MeTooમાં જણાવી દુઃખદ ઘટના 
મુનમુન દત્તાએ કેટલાક વર્ષ પહેલા #MeTooમાં પોતાના જીવનના વરવા અનુભવ શૅર કર્યા હતા. તેણે કહ્યું, "દરેક મહિલાએ ક્યારેક ને ક્યારેક યૌન શોષણનો સામનો કરવો પડે છે અને આ દરેક ઉંમરમાં થાય છે. બાળપણમાં પાડોશમાં રહેતા એક અંકલથી ડર લાગતો હતો, કારણકે તે જ્યારે પણ મને એકલી જોતાં, મને પકડી લેતા હતા અને ધમકાવતા કે હું આ વાત છુપાવીને રાખું."

13 વર્ષની ઉંમરમાં ટીચરે કરી હતી શરમજનક હરકત
તેણે ઉમેર્યું કે, "13 વર્ષની ઉંમરમાં મારા ટ્યૂશન ટીચરે મારા અંડરપેન્ટ્સમાં પોતાનો હાથ નાંખ્યો હતો. તે સમયે હું સમજી શકી નહોતી કે આ વાત મારા પેરેન્ટ્સને કેવી રીતે કહું. મારામાં ત્યારથી જ પુરુષોને લઈને એક અજીબ પ્રકારની નફરત પેદા થવા લાગી, કારણકે મને લાગતું કે આ જ તે અપરાધી છે."

19 June, 2021 04:25 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ટેલિવિઝન સમાચાર

મને ઈન્વિટેશન હોત તોય ન જ જાત…

આમ જાન કુમાર સાનુએ રાહુલ વૈદ્યના લગ્નના આમંત્રણ વિશે પુછાતા કહ્યું

29 July, 2021 12:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

એલેનાનું પાત્ર મારા દિલની ખૂબ જ નજીક છે: પ્રેરણા પનવર

સોની પર આવી રહેલા ‘કુછ રંગ પ્યાર કે ઐસૈ ભી : નયી કહાની’માં ઓરિજિનલ કાસ્ટને રાખવામાં આવી છે

29 July, 2021 11:58 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

‘બિગ બૉસ’થી રશ્મિ દેસાઈમાં આવ્યો ભરપૂર ચૅન્જ

‘તંદૂર’થી ડિજિટલ ડેબ્યુ કરનાર ઍક્ટ્રેસ કહે છે હવે હું મારાથી ખુશ તો છું જ પણ સૅલ્ફ લવનો અર્થ પણ સમજી છું

29 July, 2021 11:56 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK