Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > રજવાડાં અને સિમ્પલ છોકરીની પ્રેમકહાની

રજવાડાં અને સિમ્પલ છોકરીની પ્રેમકહાની

15 September, 2021 11:07 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘તેરે બિના જિયા જાયે ના’માં લીડ રોલમાં જોવા મળશે અંજલિ તત્રારી અને અવિનાશ રેખી

અંજલિ તત્રારી, અવિનાશ રેખી

અંજલિ તત્રારી, અવિનાશ રેખી


અંજલિ તત્રારી અને અવિનાશ રેખી એક નવા શોમાં સાથે કામ કરી રહ્યાં છે. ઝીટીવી પર શરૂ થઈ રહેલા આ નવા શો ‘તેરે બિના જિયા જાયે ના’માં તેઓ લીડ રોલમાં જોવા મળશે. અંજલિ આ શોમાં ક્રિષ્ણા ચતુર્વેદીનું પાત્ર ભજવી રહી છે, જે એકદમ સિમ્પલ હોય છે. તેનું સપનું હોય છે કે એક શાઇનિંગ આર્મરમાં એક નાઇટ આવી તેને ઉઠાવી જાય. તે તેની પરીઓની કહાનીને હકીકતમાં લવસ્ટોરી બનાવવા માટે અંબિકાપુર આવે છે. અંબિકાપુરની રાજશાહી પ્રિન્સ દેવરાજ પાસે હોય છે. પ્રિન્સ દેવરાજનું પાત્ર અવિનાશ ભજવી રહ્યો છે. આ રૉયલ ફૅમિલીની કમાન હાલમાં દેવરાજના હાથમાં હોય છે. ક્રિષ્ણા સિમ્પલ છોકરી હોય છે, જ્યારે દેવરાજ રજવાડા ઘરાનામાંથી હોય છે. તેમની લવસ્ટોરી કેવી રીતે બનશે એ હવે જોવું રહ્યું. ક્રિષ્ણાના પાત્ર વિશે વાત કરતાં અંજલિએ કહ્યું કે ‘મેં જ્યારે ‘તેરે બિના જિયા જાયે ના’ની બેઝિક સ્ટોરી સાંભળી ત્યારે જ મેં નક્કી કરી લીધું હતું કે મારે આ શો કરવો છે. મારું પાત્ર ક્રિષ્ણા એક સિમ્પલ છોકરી હોય છે જેની લાઇફ હવે ચેન્જ થવા જઈ રહી છે. એક સામાન્ય છોકરીની જેમ ક્રિષ્ણાનું પણ સપનું હોય છે કે રાજકુમાર આવે અને તેને લઈ જાય અને તેઓ હંમેશાં રાજીખુશીથી રહે. તમે જ્યારે કોઈ વસ્તુ દિલથી ઇચ્છો ત્યારે સમગ્ર વિશ્વ એને તમારી પાસે મોકલે છે. તે પ્રિન્સને મળે છે અને તેઓ સાથે થઈ જાય ત્યાર બાદ તેમનું શું થાય છે એ મહત્ત્વનું છે. ક્રિષ્ણા ખૂબ જ સ્ટ્રૉન્ગ પાત્ર છે અને એમાં શેડ્સ પણ ઘણા છે જેથી મેં આ શો પસંદ કર્યો છે. આ શો શરૂ થાય ત્યારે મારા પાત્રને લઈને એક ટ્વિસ્ટ પણ છે જે દર્શકોને પસંદ પડશે. મને આશા છે કે મારા ચાહકો મને આ નવા અવતારમાં પસંદ કરશે.’

આ વિશે અવિનાશે કહ્યું હતું કે ‘મેં ભજવેલા તમામ શો કરતાં ‘તેરે બિના જિયા જાયે ના’ એકદમ અલગ છે. હું પહેલી વાર રૉયલ પાત્ર ભજવી રહ્યો છું અને મારા ચાહકો એને પસંદ કરે એવી આશા રાખી રહ્યો છું. આ પાત્ર માટે મેં પોતાને પણ ફિઝિકલી ટ્રાન્સફૉર્મ કર્યું છે. દેવરાજનો પણ પોતાનો એક સ્વૅગ છે. તે ક્રિષ્ણાના પ્રેમ અને રૉયલ ફૅમિલી તરીકેની તેની જવાબદારી વચ્ચે બૅલૅન્સ કરતો જોવા મળશે.’


Whatsapp-channel Whatsapp-channel

15 September, 2021 11:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK