Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > આસિત કુમાર મોદી કૉવિડ-19 પૉઝિટિવ

આસિત કુમાર મોદી કૉવિડ-19 પૉઝિટિવ

20 November, 2020 08:51 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આસિત કુમાર મોદી કૉવિડ-19 પૉઝિટિવ

ફાઈલ ફોટો

ફાઈલ ફોટો


કોરોનાનો કહેર આખા વિશ્વમાં યથાવત છે. થોડી વાર પહેલા જ સમાચાર આવ્યા હતા કે ગુજરાતમાં પણ નાઈટ કફર્યૂને અમદાવાદ ઉપરાંત વડોદરા, સુરત અને રાજકોટમાં પણ લાદવામાં આવ્યુ છે. એવામાં સાત વાગીને 40 મિનીટે  ટેલિવિઝનના સૌથી લોકપ્રિય શોમાંના એક એવા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના પ્રોડ્યુસર આસિત કુમાર મોદીએ ટ્વિટ કરીને માહિતી આપી છે કે તેમનો કોવિડ-19 રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે.   




તેમણે ટ્વીટ કર્યું કે, મને કોવિડ-19ના અમૂક લક્ષણો દેખાતા હોવાથી મારો રિપોર્ટ કઢાવ્યો જે પૉઝિટિવ આવ્યો છે. મે પોતાને આઈસોલેટ કર્યો છે. મારી વિનંતી છે કે જે પણ મારા સંપર્કમાં આવ્યા છે તે પોતાની કાળજી લે અને પ્રોટોકોલનું પાલન કરે.

તેમણે ઉમેર્યું કે, તમે મારી ચિંતા ન કરતા. તમારા બધાનો પ્રેમ, પ્રાર્થના અને આશીર્વાદથી હુ જલ્દી જ સાજો થઈ જઈશ. તમે પણ મસ્ત સ્વસ્થ રહો.


તેમના આ ટ્વીટ બાદ ફૅન્સે પણ રિટ્વીટ કરીને તે જલદી સાજા થઈ જાય એ માટે પ્રાર્થના કરી હતી.

Whatsapp-channel Whatsapp-channel

20 November, 2020 08:51 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK