Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > નવી ચૅલેન્જ માટે ઉત્સુક અનુ મલિક

નવી ચૅલેન્જ માટે ઉત્સુક અનુ મલિક

17 August, 2022 03:05 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ શોમાં પહેલાં શંકર મહાદેવનને પસંદ કરવામાં આવ્યો હતો અને હવે એમાં અનુ મલિકની પણ જજ તરીકે એન્ટ્રી થઈ છે

અનુ મલિક

અનુ મલિક


‘સા રે ગા મા પા લિટલ ચૅમ્પ્સ’માં હવે શંકર મહાદેવન સાથે અનુ મલિક પણ જજ તરીકે જોવા મળશે. આ શોમાં પહેલાં શંકર મહાદેવનને પસંદ કરવામાં આવ્યો હતો અને હવે એમાં અનુ મલિકની પણ જજ તરીકે એન્ટ્રી થઈ છે. અનુ મલિક પહેલી વાર આ શોને જજ કરી રહ્યો છે. આ વિશે વાત કરતાં અનુ મલિકે કહ્યું કે ‘હું ‘સા રે ગા મા પા લિટલ ચૅમ્પ્સ’ને જજ કરવા માટે ખૂબ ઉત્સાહી છું. આ શો સિંગર સાથે મ્યુઝિકપ્રેમી માટે પણ ખૂબ મહત્ત્વનો છે. આ શોમાં પહેલી વાર હું જોવા મળી રહ્યો હોવાથી હું ખૂબ ઉત્સુક છું. મારા માટે આ નવી ચૅલેન્જ છે અને મને ખુશી છે કે ચૅનલે મારા કો-જજ તરીકે શંકર મહાદેવનને પસંદ કર્યો છે. અમે બન્ને સાથે મળીને બાળકોની ટૅલન્ટને નિખારીશું.’


Whatsapp-channel Whatsapp-channel

17 August, 2022 03:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK