Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > હનુમંત સિંહે મહિનો હૉસ્પિટલમાં રહેવું પડશે

હનુમંત સિંહે મહિનો હૉસ્પિટલમાં રહેવું પડશે

10 May, 2021 01:08 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

અક્ષયકુમાર સાથે ‘બેલબૉટમ’માં જોવા મળનાર અનિરુદ્ધ દવે ભોપાલ શૂટિંગ માટે ગયો હતો અને ત્યાં તેને કોવિડ થતા એ હજી ત્યાંની હૉસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે

હનુમંત સિંહે મહિનો હૉસ્પિટલમાં રહેવું પડશે

હનુમંત સિંહે મહિનો હૉસ્પિટલમાં રહેવું પડશે


‘લૉકડાઉન કી લવસ્ટોરી’, ‘વો રહનેવાલી મહેલોં કી’, ‘શક્તિ - અસ્તિત્વ કે અહેસાસ કી’, ‘પટિયાલા બેબ્સ’માં હનુમંત સિંહનું પૉપ્યુલર કૅરૅક્ટર કરનાર અને હવે અક્ષયકુમાર સાથે ‘બેલબૉટમ’માં જોવા મળનારા ટીવીસ્ટાર અનિરુદ્ધ દવેએ હજી પણ ભોપાલની હૉસ્પિટલમાં એકાદ મહિનો રહેવું પડશે. વેબ-સિરીઝના શૂટિંગ માટે ભોપાલ ગયેલા અનિરુદ્ધને ભોપાલમાં કોવિડનું સંક્રમણ લાગતાં હૉસ્પિટલાઇઝ્‍ડ થવું પડ્યું હતું, જ્યાં તેની તબિયત વધારે બગડતાં તેને આઇસીયુમાં ઍડ્મિટ કરવો પડ્યો છે. અનિરુદ્ધ અત્યારે પણ આઇસીયુમાં જ છે, તેનાં ફેફસાંને ૮૦ ટકા જેટલું ઇન્ફેક્શન લાગ્યું છે. બે દિવસ પહેલાં એવો રિપોર્ટ આવ્યો હતો કે અનિરુદ્ધનો કોવિડ-રિપોર્ટ નેગેટિવ આવી ગયો, પણ અનિરુદ્ધની વાઇફ અને ઍક્ટ્રેસ શુભી આહુજાએ કહ્યું કે ‘એ વાત ખોટી છે. હજી સુધી તેનો કોઈ રિપોર્ટ થયો જ નથી અને એ રિપોર્ટ અત્યારે એટલો ઇમ્પોર્ટન્ટ છે પણ નહીં, મહત્ત્વનું તેની બૉડીમાં લાગેલું ઇન્ફેક્શન છે. પ્લીઝ, ફૅન્સ અને ફ્રેન્ડ્સ પ્રેયર કરે કે અનિરુદ્ધ જલદી આમાંથી બહાર આવે.’ અનિરુદ્ધને ત્યાં બે મહિના પહેલાં ફેબ્રુઆરીમાં દીકરીનો જન્મ થયો છે.


Whatsapp-channel Whatsapp-channel

10 May, 2021 01:08 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK