Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > KBC 14 માટે થઈ જાઓ તૈયાર, વાયરલ પ્રોમોમાં અમિતાભ બચ્ચને 2000 નોટને લઈ પૂછ્યો એવો સવાલ કે..

KBC 14 માટે થઈ જાઓ તૈયાર, વાયરલ પ્રોમોમાં અમિતાભ બચ્ચને 2000 નોટને લઈ પૂછ્યો એવો સવાલ કે..

12 June, 2022 04:48 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

અમિતાભ બચ્ચનના શો કૌન બનેગા કરોડપતિ (KBC 14)ની નવી સીઝન ટૂંક સમયમાં શરૂ થવાની છે. શો શરૂ થયા પહેલા જ તે સતત હેડલાઈન્સમાં રહે છે. કેબીસી સાથે ટીવી પર બિગ બીને ફરીથી જોવા માટે ચાહકો ઉત્સાહિત છે.

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન


બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન ટૂંક સમયમાં ફરીથી તમારા ઘરે ટીવી પર જોવા મળવાના છે. અમિતાભ બચ્ચનના શો કૌન બનેગા કરોડપતિ (KBC 14)ની નવી સીઝન ટૂંક સમયમાં શરૂ થવાની છે. શો શરૂ થયા પહેલા જ તે સતત હેડલાઈન્સમાં રહે છે. કેબીસી સાથે ટીવી પર બિગ બીને ફરીથી જોવા માટે ચાહકો ઉત્સાહિત છે. હવે શોના સેટ પરથી આવો એક વીડિયો સામે આવ્યો છે, જે ઈન્ટરનેટ પર ઘણો વાયરલ થઈ રહ્યો છે.

ખરેખર, કૌન બનેગા કરોડપતિનો લેટેસ્ટ પ્રોમો સામે આવ્યો છે. આ વીડિયોમાં બિગ બી ફરી એકવાર હોટ સીટ પર બેઠેલા જોવા મળી રહ્યા છે. આ વીડિયો સોની ટીવીના ઓફિશિયલ ટ્વીટ હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં અમિતાભ બચ્ચન ગુડ્ડી નામના સ્પર્ધકને સવાલ પૂછતા જોવા મળે છે. બિગ બીએ પૂછ્યું કે આમાંથી કોની પાસે જીપીએસ ટેક્નોલોજી છે? A) ટાઇપરાઇટર, B) ટેલિવિઝન, C) સેટેલાઇટ અને D) ₹ 2000 ની નોટ...



 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sony Entertainment Television (@sonytvofficial)


પ્રશ્ન સાંભળીને મહિલાએ વિકલ્પ D 2000 નોટ પસંદ કર્યો. જે બાદ અમિતાભ બચ્ચન કહે છે કે તમારો જવાબ ખોટો છે. તેના પર મહિલા કહે છે કે મેં આ ન્યૂઝ ચેનલ પર જોયું છે. ત્યારે બિગ બી જવાબ આપે છે અને કહે છે કે બની શકે કે આમાં તેમની ભૂલ હોય, પરંતુ નુકસાન તો તમારું થયું ને.


કેબીસી 2022નો આ પ્રોમો વીડિયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ જ કારણ છે કે આ પ્રોમો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને શેર કરતા મેકર્સે કેપ્શન લખ્યું છે - આપણે બધાએ આવા માણસને જાણવો જોઈએ જે આવા વણચકાસ્યા સનસનાટીભર્યા સમાચાર સાંભળે છે! તેમને કોમેન્ટમાં ટેગ કરો અને તેમને કહો કે તમે જ્યાંથી કરી શકો ત્યાંથી જ્ઞાન એકત્ર કરો, પરંતુ પહેલા સત્યતા તપાસી લો. 

Whatsapp-channel Whatsapp-channel

12 June, 2022 04:48 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK