હું અગાઉ પણ ઘણા શોમાં દુલ્હન બની હતી પરંતુ આ મારા માટે સ્પેશ્યલ હતું, કારણ કે એનો લેહંગો એકદમ યુનિક હતો.’
૨૮ કિલોનો લેહંગો ઊંચકીને ચાલી પણ નહોતી શકી અક્ષિતા મૃદ્ગલ
અક્ષિતા મુદ્ગલનું કહેવું છે કે તે લગ્નના દૃશ્યમાં ૨૮ કિલોનો તેનો લેહંગો દસ સેકન્ડ માટે પણ નહોતી ઊંચકી શકી. ‘ઇસ મોડ સે જાતે હૈં’માં લગ્નનું દૃશ્ય અક્ષિતા માટે શૂટ કરવું ચૅલેન્જિંગ બની ગયું હતું. તેના પાત્રના લગ્નના દૃશ્ય માટે સ્પેશ્યલ મરૂન લેહંગો બનાવવામાં આવ્યો હતો જેનું વજન ૨૮ કિલો હતું એટલું જ નહીં, તેણે આ લેહંગો લગભગ ૧૪ દિવસ સુધી પહેરવો પડ્યો હતો. આ વિશે વાત કરતાં અક્ષિતાએ કહ્યું હતું કે ‘મારે ચાલતી વખતે મારા લેહંગાને મારા પગ વડે ધક્કો મારવો પડી રહ્યો હતો. હું મારા લેહંગાને દસ સેકન્ડથી વધુ સમય માટે ઊંચકીને ચાલી પણ નહોતી શકતી, કારણ કે મારી આંગળીઓ દુખવા લાગતી હતી. આ ખૂબ જ વજનદાર કપડાં હતાં અને ઉપરથી ઘરેણાંનું વજન પણ એટલું જ હતું. સુંદર દેખાવાની ફીલિંગ પણ સારી આવી હતી. દરેક મહિલા તેના વેડિંગ ડ્રેસમાં ખૂબ જ સુંદર દેખાય છે. આ લેહંગો મને ખૂબ જ પસંદ પડ્યો હતો, કારણ કે એમાં કૉમન મરૂન કલરની જગ્યાએ પિન્ક, યલો અને મરૂન કલરના શેડ્સ હતા. હું અગાઉ પણ ઘણા શોમાં દુલ્હન બની હતી પરંતુ આ મારા માટે સ્પેશ્યલ હતું, કારણ કે એનો લેહંગો એકદમ યુનિક હતો.’