Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > રૂપાલી ગાંગુલી બાદ ‘અનુપમા’નો ઑન-સ્ક્રીન દીકરો આશિષ પણ કોરોના-પૉઝિટિવ

રૂપાલી ગાંગુલી બાદ ‘અનુપમા’નો ઑન-સ્ક્રીન દીકરો આશિષ પણ કોરોના-પૉઝિટિવ

04 April, 2021 03:51 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સેટ પર ખાસ કાળજી રાખવામાં આવતી હતી છતાં તેને કોરોનાનું સંક્રમણ લાગ્યું છે

રૂપાલી ગાંગુલી

રૂપાલી ગાંગુલી


‘અનુપમા’માં જોવા મળનાર રૂપાલી ગાંગુલી અને તેનો ઑન-સ્ક્રીન દીકરો આશિષ મેહરોત્રા કોરોના-પૉઝિટિવ થયાં છે એથી રૂપાલી સેલ્ફ-ક્વૉરન્ટીન છે. તેનો આ શો લોકોમાં ખૂબ લોકપ્રિય છે. સેટ પર ખાસ કાળજી રાખવામાં આવતી હતી છતાં તેને કોરોનાનું સંક્રમણ લાગ્યું છે. પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રૂપાલી ગાંગુલીએ કૅપ્શન આપી હતી, ‘મા કોરોનાદેવી તુ હૈ કિ નહીં (માઇલ્ડ ટુ અસિમ્પ્ટમેટિક) યે ક્યા હુઆ, કબ હુઆ, જબ હુઆ તબ હુઆ... છોડો યે ના પૂછો. આ પ્રકારનું પૉઝિટિવ મારે નહોતું થવું. તમારી કાળજી લો અને સલામત રહો. મારી ફૅમિલી અને ‘અનુપમા’ની ફૅમિલી પર સતત પ્રેમ વરસાવતાં રહો. તમને, રૂદ્રાંશ અને આખા યુનિટને નારાજ કરવા બદલ માફી માગું છું. તમામ પ્રકારની સાવચેતી રાખ્યા છતાં ખબર નહીં કઈ રીતે આ વાઇરસ લાગી ગયો. મારી જાતને મેં ક્વૉરન્ટીન કરી દીધી છે. મારી ફૅમિલી અને અન્ય લોકોએ પણ ટેસ્ટ કરાવી છે. તેમના રિપોર્ટ આવવાની રાહ જોઈ રહી છું. તેમને માટે પ્રાર્થના કરો. આખા યુનિટે પણ ટેસ્ટ કરાવી છે. મારી ફૅમિલી અને ‘અનુપમા’ની ફૅમિલીને પ્રેમ આપો અને તેમને માટે પ્રાર્થના કરો.’


Whatsapp-channel Whatsapp-channel

04 April, 2021 03:51 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK