° °

આજનું ઇ-પેપર
Monday, 29 November, 2021


હંમેશાં દિલનું સાંભળવામાં માને છે અદિતિ ગુપ્તા

19 November, 2021 03:25 PM IST | mumbai | Gujarati Mid-day Correspondent

અદિતિ ગુપ્તા હાલમાં નવી શરૂ થઈ રહેલી સિરિયલ ‘ધડકન ઝિદંગી કી’માં ડૉક્ટર દીપિકાનું પાત્ર ભજવી રહી છે.

અદિતિ ગુપ્તા

અદિતિ ગુપ્તા

અદિતિ ગુપ્તા હાલમાં નવી શરૂ થઈ રહેલી સિરિયલ ‘ધડકન ઝિદંગી કી’માં ડૉક્ટર દીપિકાનું પાત્ર ભજવી રહી છે. સોની પર આ સિરિયલને છ ડિસેમ્બરથી પ્રીમિયર કરવામાં આવશે. આ શોમાં અદિતિ એક ઇન્ડિપેન્ડન્ટ મહિલાનું પાત્ર ભજવી રહી છે, જે તેના સપનાને પૂરા કરવા માટે તેના ઘરથી લઈને સોસાયટી અને ઑફિસમાં પણ પુરુષપ્રધાન લોકોનો સામનો કરે છે. આ વિશે વાત કરતાં અદિતિએ કહ્યું હતું કે ‘ડૉક્ટર દીપિકા એક સિમ્પલ અને મહત્ત્વાકાંક્ષી મહિલા છે જે સરળતાથી તેનાં સપનાં પૂરાં કરવા માટે હાર નથી માનતી. તે તેની કરીઅર અને જીવનમાં હંમેશાં નવી ચૅલેન્જનો સ્વીકાર કરે છે. તેના કંઈ પણ કરી છૂટવાના ઍટિટ્યુડની સાથે હું અંગત રીતે ખૂબ જ કનેક્ટ થાઉં છું. દીપિકાનું પાત્ર એક પ્રોગ્રેસિવ મહિલાનું છે જે આપણી સાસોયટીની મહિલાઓને પ્રેરણા આપશે. હું હંમેશાં માનું છું કે દિલનું સાંભળવું જોઈએ, કારણ કે એ કદી ખોટું નથી બોલતું. પૃથ્વી પર ડૉક્ટરને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે અને ગયા વર્ષે તેમણે જે રીતનું કામ કર્યું છે એ જોઈને મને આ પાત્ર ભજવવા પર ગર્વ થઈ રહ્યો છે. આશા રાખું છું કે દર્શકો ‘ધડકન ઝિદંગી કી’ને પ્રેમ અને સપોર્ટ આપશે.’

19 November, 2021 03:25 PM IST | mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ટેલિવિઝન સમાચાર

‘મરને કે લિએ થોડા, ઔર ‘બિગ બૉસ’ કે ઘર મેં જીને કે લિએ બહોત ઝહર પીના પડતા હૈ’

‘બિગ બૉસ’ના ઘરમાંથી ઇવિક્ટેડ થયા બાદ આવું કહ્યું જય ભાનુશાલીએ

28 November, 2021 10:57 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

કપિલ શર્મા શોના ગાર્ડ્સે સ્મૃતિ ઈરાનીને ન આપ્યો પ્રવેશ

ઘણા લોકો એવું પણ કહે છે કે આ બધી ગેરસમજ સ્મૃતિ ઈરાનીના ડ્રાઈવર અને કપિલ શર્મા શોના ગેટકીપર વચ્ચે થઈ હતી.

24 November, 2021 08:41 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ટેલિવિઝન સમાચાર

કરણી એવી ભરણી

તેજસ્વી પ્રકાશને ડોનલ સાથે કરેલા ખરાબ વર્તન જેવો જ વ્યવહાર પોતાની સાથે થયો ત્યારે તે રડી પડી અને સોશ્યલ મીડિયા પર એને કર્મા કહી તેને ટ્રોલ કરવામાં આવી રહી છે

23 November, 2021 03:29 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK