° °

આજનું ઇ-પેપર
Monday, 14 June, 2021


કરીઅર બૂસ્ટર ઓટીટી મીડિયમ વિશે બરખા સિંહ શું કહે છે?

11 May, 2021 12:36 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

‘મુઝસે દોસ્તી કરોગે’માં કરીના કપૂરના બાળપણનો રોલ કરનાર ઍક્ટ્રેસ બરખા સિંહ અત્યારે વેબ વર્લ્ડમાં ખાસ્સું કામ કરી રહી છે

બરખા સિંહ

બરખા સિંહ

૨૦૦૨ના વર્ષમાં આવેલી ‘મુઝસે દોસ્તી કરોગે’માં કરીના કપૂરના બાળપણનો રોલ કરનાર ઍક્ટ્રેસ બરખા સિંહ અત્યારે વેબ વર્લ્ડમાં ખાસ્સું કામ કરી રહી છે. ઍમેઝૉન પ્રાઇમની ‘બ્રીધ’, ઝીફાઇવની વેબ-ફિલ્મ ‘સાયલન્સ’, ‘ધ ટાઇમલાઇનર્સ’ની ‘એન્જિનિયરિંગ ગર્લ્સ’ અને ‘ડાઇસ મીડિયા’ની સિરીઝમાં તે દેખાઈ ચૂકી છે. હાલમાં તે તનુજ વીરવાણી અને શરત સોનુ સાથે ડિઝની પ્લસ હૉટસ્ટારની ‘મર્ડર મેરી જાન’માં સોનલ અરોરાનું પાત્ર ભજવી રહી છે. બરખા સિંહે પોતાના પાત્ર વિશે કહ્યું કે ‘મારું પાત્ર નિર્દોષ લાગે છે, પણ એ સ્માર્ટ છે જેની ક્રિમિનલ હિસ્ટરી છે. તેના મગજમાં શું ચાલી રહ્યું છે એ કોઈ કળી નથી શકતું.’

કરીઅરમાં બૂસ્ટ લાવનાર ઓટીટી મીડિયમ વિશે બરખા સિંહ કહે છે, ‘ઓટીટીમાં આવેલી તેજીને કારણે જોનાર અને કામ કરનાર બેઉને ફાયદો થયો છે. જુદાં-જુદાં પ્લૅટફૉર્મ્સ માટે રસપ્રદ પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે. હું પોતે ઑનલાઇન ઘણું બધું જોઉં છું. મેં બધાં પ્લૅટફૉર્મ્સને સબસ્ક્રાઇબ કરી રાખ્યાં છે. ઈવન, યુટ્યુબ પર પણ ઘણું ઇન્ટરેસ્ટિંગ જોવા મળે છે. ભલે ફિલ્મમાં કામ કરવું અને પોતાને 70mmના પડદા પર જોવું એ મારા માટે આજે પણ સ્પેશ્યલ જ છે, પણ શ્રેષ્ઠ કન્ટેન્ટ માત્ર થિયેટરમાં જ રિલીઝ થઈ શકે એ માન્યતા ઓટીટી મીડિયમે ચેન્જ કરી નાખી છે.

11 May, 2021 12:36 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ટેલિવિઝન સમાચાર

કોરોનાને કારણે મલ્લિકા દુઆની મમ્મીનું નિધન

હું હંમેશાં જાણતી હતી કે હું તારે લાયક નથી. જોકે તારે જીવવાની જરૂર હતી. હું નથી જાણતી કે હું હવે ફરીથી કદાચ પ્રાર્થના કરી શકીશ.

13 June, 2021 01:56 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

‘મને મારી મંજિલ મળી, તમને પણ મળશે’

ઍક્ટિંગ કરીઅર શરૂ કર્યાને બાર વર્ષ થતાં આત્મવિશ્વાસ રાખવાની સલાહ આપતાં આવું કહ્યું ક્રિતી ખરબંદાએ

13 June, 2021 01:10 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

અભિ અને પ્રજ્ઞાની લાઇફમાં ઊથલપાથલ કેમ થશે?

‘કુમકુમ ભાગ્ય’માં પ્રજ્ઞાના ઍક્સિડન્ટ બાદ તે મિસિંગ થશે અને ત્યાર બાદ બે વર્ષનો લીપ લેવામાં આવશે

13 June, 2021 01:44 IST | Mumbai | Harsh Desai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK